ભાવનગરઃ શહેરમાં JEE અને NEETની પરીક્ષાના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગરના છેવાડે આવેલી જ્ઞાનમંજરી કોલેજમાં JEEના પ્રથમ સવારના ભાગની પરીક્ષા યોજાયા બાદ બપોરના ભાગની પરીક્ષા યોજવામાં આવી હતી. જો કે, સવારે માત્ર 20 જેટલા અને બપોરે માત્ર 5થી 7 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
ભાવનગર શહેરમાં મંગળવારથી JEEની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા ખંડમાં મીડિયા તેમજ અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ચક્રપાની સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.
ભાવનગર શહેરના છેવાડે આવેલી જ્ઞાનમંજરી કોલેજ ખાતે બે કટકે પરીક્ષા યોજવામાં આવી છે. સવારમાં 71માંથી માત્ર 20 જેટલા વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા, તો બપોર બાદ યોજાયેલી પરીક્ષામાં 5થી 7 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જો કે, આ પરીક્ષા ક્યાં સુધી ચાલશે અને વિવાદ બાદ તંત્રએ શું શું તૈયારીઓ કરી છે, તે અંગે પરીક્ષાના કો-ઓર્ડીનેટર ચક્રપાની દ્વારા ETV BHARATને માહિતી આપવામાં આવી હતી.