ભાવનગર: શહેરમાં રાશનની દુકાન પર લોકોની ભીડ વધતા અવ્યવસ્થા સર્જાઈ હતી. કેટલાક લોકો ભીડ વધવાને પગલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા. લોકોને રેશનમાં સામાન મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. અલગ અલગ વિસ્તારના કાર્ડધારકો રજૂઆત માટે પહોંચ્યા હતા.
ભાવનગરમાં સવારથી લોકડાઉન વચ્ચે સરકારે મફત રાશન શોપ પર વિતરણની જાહેરાત બાદ પછાત વર્ગ સહિતના કાર્ડ ધારકો ઉમટી પડ્યા હતા અને વ્યવસ્થા રેશનશોપ પર ખોરવાઈ ગઈ હતી. જેને પગલે અલગ અલગ કાર્ડ ધારકો કલેકટર કચેરીએ દોડી ગયા હતા.
કલેકટર કચેરીએ આશરે 100 જેટલા કાર્ડ ધારકો પછાત વર્ગના અલગ અલગ વિસ્તારના દોડી ગયા હતા. કલેક્ટર અને પૂરવઠા અધિકારીને રજૂઆત કરી હતી કે, તેમને પુરવઠો મળ્યો નથી અને આવતીકાલ વારો આવે ત્યા સુધીમાં પૂરવઠો ખૂટી જવાની શક્યતા છે. તેથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અને દરેકને પૂરતો જથ્થો મળી રહે તેવી વિનંતી કરવામાં આવી હતી.