ETV Bharat / state

ભાવનગરમાં રથયાત્રા રદ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહિંદવિધિ યોજાઈ - રથયાત્રા

ભાવનગરમાં પણ કોરોના વાઈરસને લીધે શહેરમાં રથયાત્રા નીકળી નથી પરંતુ પહિંદવિધિ યોજવામાં આવી હતી. મહાનુભાવો વચ્ચે અને પોલીસ બંદોબસ્તમાં પહિંદ વિધિ યોજવામાં આવી હતી. રથમાં ભગવાનને બેસાડી ત્યાં જ પ્રસ્થાન કરી ત્યાંજ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

jagannath
jagannath
author img

By

Published : Jun 23, 2020, 8:57 AM IST

Updated : Jun 23, 2020, 5:56 PM IST

ભાવનગરઃ ભાવનગરમાં પણ કોરોના વાઈરસને લીધે શહેરમાં રથયાત્રા નીકળી નથી પરંતુ પહિંદવિધિ યોજવામાં આવી હતી. મહાનુભાવો વચ્ચે અને પોલીસ બંદોબસ્તમાં વિધિ યોજવામાં આવી હતી. રથમાં ભગવાનને બેસાડી ત્યાં જ પ્રસ્થાન કરી ત્યાંજ યાત્રા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

ભાવનગર શહેરમાં નીકળનારી જગન્નાથજીની રથયાત્રા રદ કરવામાં આવી છે. પરંતુ સુભાષનાગર ખાતે આવેલા જગન્નાથ મંદિરે સવારમાં પહિંદવિધિ કરવામાં આવી હતી. જોકે વિધિમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભાવનગરમાં રથયાત્રા રદ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પહિંદવિધિ યોજાઈ
રથયાત્રા બંધ રહેતા સવારમાં કેટલાંક ભક્તો મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પહિંદ વિધિમાં મેયર મનહર મોરી, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારાજા અને યુવરાજ પણ પહિંદ વિધિમાં પહોંચ્યા હતા. રજવાડાના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી. ભગવાનને રથમાં બેસાડીને રથને ત્યાં જ પ્રસ્થાન કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર વિધિ યોજવામાં આવી હતી.

Last Updated : Jun 23, 2020, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.