ETV Bharat / state

અલ્ટ્રાટ્રેકમાં ગેરકાયદેસર પ્રવેશના ગુનામાં તળાજાની કોર્ટે પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7ને દોષિત ઠેરવ્યાં - Crimes Illegal Entry In Ultratrack

તળાજાના તલ્લી ભામભોર વિસ્તારમાં આવેલી અલ્ટ્રાટ્રેક કંપનીના માઈનિંગ એરિયા બંધ કરાવવા મુદ્દે પૂર્વ ધારાસભ્યે આંદોલન કર્યું હતું અને તે આંદોલન વખતે અલ્ટ્રાટ્રેકના માઈનિંગ એરિયામાં પ્રવેશ બંધી હોવા છતાં તેઓએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો તે બાબતે જે તે સમયે પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. તે કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલી જતા શુક્રવારે કોર્ટે તેમને દોષિત ઠેરવીને 6 માસની સજાનો હુકમ કર્યો છે.

અલ્ટ્રાટ્રેકમાં ગેરકાયદેસર પ્રવેશના ગુનામાં તળાજાની કોર્ટે પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા સહિત 7ને દોષિત ઠેરવ્યાં

author img

By

Published : Feb 12, 2021, 9:12 PM IST

  • અલ્ટ્રાટ્રેકમાં ગેરકાયદેસર પ્રવેશના ગુનામાં તળાજાની કોર્ટે 7ને દોષિત ઠેરવ્યાં
  • અલ્ટ્રાટ્રેકના માઈનિંગ એરિયામાં પ્રવેશ બંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો
  • કોર્ટે તેમને દોષિત ઠેરવીને 6 માસની સજાનો હુકમ કર્યો

ભાવનગરઃ તળાજાના તલ્લી ભામભોર વિસ્તારમાં આવેલી અલ્ટ્રાટ્રેક કંપનીના માઈનિંગ એરિયા બંધ કરાવવા મુદ્દે પૂર્વ ધારાસભ્યે આંદોલન કર્યું હતું અને તે આંદોલન વખતે અલ્ટ્રાટ્રેકના માઈનિંગ એરિયામાં પ્રવેશ બંધી હોવા છતાં તેઓએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો તે બાબતે જે તે સમયે પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. તે કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલી જતા શુક્રવારે કોર્ટે તેમને દોષિત ઠેરવીને 6 માસની સજાનો હુકમ કર્યો છે.

જાન દેગે જમીન નહીંના સૂત્ર સાથે થયું હતું આંદોલન

બનાવની વિગત મુજબ અલ્ટ્રાટ્રેક સીમેન્ટ કોવાયા દ્વારા દાઠા તાબેના તલ્લી ભામભોરના કાંઠાલ ગામમાં માઈનિંગ માટે સરકાર તરફથી જગ્યા લીઝ પર રાખવામાં આવી હતી. આ જગ્યાએ માઈનિંગ થાય તો આજુબાજુની જમીનમાં ફળદ્રુપતા ન રહે અને પાક વાવતા ખેડૂતોને પોતાની જમીનમાં વાવેલા પાકમાં પણ નુકસાન થાય એમ હોવાથી ત્યારે જાન દેગે જમીન નહીંના સૂત્ર સાથે આંદોલન થયુ હતું.

7 આગેવાનો સામે ફરિયાદ દાખલ થઈ હતી
આ આંદોલનના ભાગરૂપે સાત આગેવાનોએ પહેલાં ગામમાં સભા કરી હતી અને તે પછી ગામ લોકોને સાથે લઈને માઈનિંગ વાળી જગ્યા તરફ કુચ કરી હતી, જેથી તે સમયે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, ત્યારબાદ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આ 7 આગેવાનો સામે ફરિયાદ દાખલ થઈ હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ચૂંટણી લડેલા વિજય બારીયા તેમજ મહુવાના પૂર્વ ધારાસભ્ય કનું કલસરિયા તેમજ ચૂંટણી લડેલા મનુ ચાવડા, જેન્તી ભીલ, રઘુભ બારીયા, દિનેશ ભીલ અને ભરત ભીલને 6 માસની સજા કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન પિનલ કોડ 447, 143, 147, 120 બી અને 135 મુજબ નામદાર કોર્ટે હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.