ભાવનગરઃ તલગાજરડાના કથાકાર મોરારી બાપુએ લક્ષદ્વીપમાં 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્ર ધ્વજ (Republic Day 2022) ફરકાવીને ઉજવણી કરી હતી. મોરારી બાપુ જ્યાં પણ કથા કરે છે. ત્યાં હમેશા રાષ્ટ્રધ્વજ દરેક દિવસ ફરકતો રહે છે.
મોરારી બાપુએ ધ્વજવંદન કરી શું કહ્યું
કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતુ કે, કોઈ મને પૂછે કે આપની દ્રષ્ટિએ રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગ છે એની શું વ્યાખ્યા હોઈ શકે. તો હું એનો સાત્વિક, તાત્વિક અને વાસ્તવિક અર્થ એવો કરીશ કે ઉપરનો જે ભગવો રંગ છે એ સત્ય નું પ્રતિક છે. સત્ય સૌથી ઉપર છે. વચ્ચેનો શ્વેત રંગ છે એ પ્રેમનું પ્રતિક છે. અંતમાં જે નીચેનો લીલો રંગ છે એ પુરી વનસ્પતિ લીલા રંગની છે. ધરતીને એટલે તો આપણે હરીભરી કહીએ છીએ. લીલો રંગ કરુણાનું પ્રતિક છે. આપણાં ધ્વજની વચ્ચે જે ચક્ર છે તેનો કોઈ ગલત અર્થ ન કરે પણ આપણા દેશનું વિશ્વમાં સુદર્શન છે એટલે કે આ રાષ્ટ્ર કેટલું સુંદર છે, મહાન છે.! આજનાં આ ઝંડો કાયમ માટે વિશ્વમાં ફરકતો રહે, ઊંચો રહે સાથે ભારત વાસીઓને શુભેચ્છા પાઠવું છું.
આ પણ વાંચોઃ Republic Day 2022: શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ રાજકોટમાં ફરકાવ્યો ધ્વજ
કથામાં હંમેશા ફરકતો રહે છે રાષ્ટ્ર ધ્વજ
મોરારી બાપુની રામકથા જ્યાં પણ યોજાય છે, ત્યાં નવ દિવસ માટે રાષ્ટ્રધ્વજ કથા મંડપ પર (Morari Bapu salutes the flag on Lakshadweep) ફરકતો રહે છે. ભારતમાં કે વિશ્વમાં ક્યાંય પણ રામકથા ચાલતી હોય ત્યારે પ્રતિ વર્ષ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ પણ સૌ સાથે મળીને રાષ્ટ્રની વંદના અચૂક કરતા રહ્યા છે. એ પછી ચીન હોય, અમેરિકા હોય, બ્રિટન હોય કે બીજા કોઈ દેશ હોય કે ભારતનો કોઈ વિસ્તાર હોય. બાપુ અને રામકથાના શ્રોતાઓ દ્વારા રાષ્ટ્ર વંદના અચૂક કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ ચાલુ કરાયેલા વાઇબ્રન્ટ ગુજરાતથી જ ગુજરાતમાં ક્રાંતિ આવી છે : કનુ દેસાઈ