ETV Bharat / state

સરકારી શાળામાં સ્પેશિયલ સ્વૈચ્છિક વેકેશન બેન્ચ : સોશયલ મીડિયાના માત્ર મેસેજથી ઉમટ્યા વિદ્યાર્થીઓ - સ્પેશિયલ સ્વૈચ્છિક વેકેશન બેન્ચ

ભાવનગરની એક શાળામાં મેસેજ આવ્યો અને મામાના ઘરને પડતું મૂકી વિદ્યાર્થીઓ સ્પેશિયલ સ્વૈચ્છિક બેન્ચમાં (Vacation Bench of Bhavnagar)અભ્યાસ માટે પહોંચી ગયા છે. આ સરકારી શાળાની સ્પેશિયલ બેન્ચ છેલ્લા 30 દિવસથી શરૂ છે અને હવે પૂર્ણ થવાની છે. ઘોઘારોડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 67માં વેકેશન બેન્ચ ચાલી રહી છે.

સરકારી શાળામાં સ્પેશિયલ સ્વૈચ્છિક વેકેશન બેન્ચ : સોશયલ મીડિયાના માત્ર મેસેજથી ઉમટ્યા વિદ્યાર્થીઓ

author img

By

Published : Jun 10, 2022, 7:47 PM IST

ભાવનગરઃ "મન હોઈ તો માળવે જવાય" આ કહેવત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક માત્ર સોસીયલ મીડિયાના મેસેજથી સાબિત (Bhavnagar Government School)કરી બતાવી છે. ભાવનગરની એક શાળામાં મેસેજ (Vacation Bench of Bhavnagar) આવ્યો અને મામાના ઘરને પડતું મૂકી વિદ્યાર્થીઓ સ્પેશિયલ સ્વૈચ્છિક બેન્ચમાં અભ્યાસ માટે પહોંચી ગયા. એક નહિ છેલ્લા 30 દિવસથી ચાલતી બેંચ વેકેશન પૂર્ણ થતાં પૂર્ણ થશે જાણો ક્યાં અને અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ કિસ્સો.

સ્વૈચ્છિક બેન્ચ

સરકારી શાળાની સ્પેશિયલ સ્વૈચ્છિક બેન્ચ - વેકેશન એટલે મજ્જા માણવાની બાળકોની પળ હોય છે. આ પળમાં પણ શિક્ષકો ગુરુ તરીકેની ફરજ ચૂકતા નથી. દરેક શિક્ષકોએ ભાવના ગુરુ તરીકેની કેળવે તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ ટોપ પર અને ખાનગી જેમ લોકો પ્રવેશ મેળવવા પડાપડી કરી શકે છે. જોઈએ સરકારી શાળાની સ્પેશિયલ સ્વૈચ્છિક બેન્ચ.

સ્વૈચ્છિક બેન્ચ
સ્વૈચ્છિક બેન્ચ

આ પણ વાંચોઃ પંજાબમાં NRI દ્વારા સરકારી શાળાની કાયા પલટ, પ્રાઈવેટ શાળાને પણ આપે છે ટક્કર

સરકારી શાળાની સ્વૈચ્છિક વેકેશન બેંચનું આયોજન - ભાવનગર સહિત ગુજરાતમાં વેકેશન ચાલી રહ્યું છે અને મજ્જાના દિવસો પૂર્ણ થવાના છે. ત્યારે વેકેશનની સરકારી શાળાની સ્પેશિયલ બેન્ચ છેલ્લા 30 દિવસથી શરૂ છે અને હવે પૂર્ણ થવાની છે. શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી શાળા નંબર 67માં વેકેશન બેન્ચ ચાલી રહી છે. શાળાના આચાર્ય પરેશભાઈ ખસીયાએ જણાવ્યું હતું કે અમે વેકેશનમાં એક સ્પેશિયલ વર્ગ શરૂ કર્યો છે અમે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આપ્યો અને 30 થી 40 વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. કોરોનાકાળમાં લર્નિંગ લોસ જરૂર ગયો છે. આ લોસ દૂર કરવા અમે ગણિત, ઈંગ્લીશ ગ્રામર અને નક્શાપૂર્તિના ત્રણ શિક્ષકોએ સવારે બે કલાક વર્ગ શરૂ કર્યો અને સફળતા મેળવી છે.

સ્વૈચ્છિક બેન્ચ
સ્વૈચ્છિક બેન્ચ

આ પણ વાંચોઃ કર્ણાટકના તુમકુરમાં વેપારીએ સરકારી શાળાને બનાવી છે હાઈટેક, હેતુ જાણીને તમે પણ વખાણ કરશો

વિદ્યાર્થીઓ અને શિક્ષક સંઘે શું કહ્યું જાણો - વેકેશનમાં મજ્જા માણવા મામાના ઘરે ગયેલા અને શિક્ષણમાં ધગશ ધરાવતા વિદ્યાર્થીઓ એક માત્ર વોટ્સએપ મેસેજમાં સ્પેશિયલ શરૂ થયેલા વર્ગમાં આવી રહ્યા છે. જો કે વર્ગમાં વિદ્યાર્થીનીઓ સંખ્યા વધુ છે. વિદ્યાર્થીની શ્રદ્ધા ડોડીયાએ જણાવ્યું હતું કે અમને મેસેજ મળતા અમે શાળાએ આવી રહ્યા છીએ અને ગણિત, ઈંગ્લીશ ગ્રામર અને નકશાપૂર્તિઓ અમને શિક્ષકો શીખવી રહ્યા છે. જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે અમારી શાળાઓમાં શિક્ષકોની હંમેશા મહેનત હોય છે ત્યારે શાળા 67માં શિક્ષકોએ સ્પેશિયલ બેન્ચ જેમ વર્ગ શરૂ કરીને વિદ્યાર્થીઓને જરૂર ગુરુ તરીકેની ફરજ પુરી પાડી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.