ભાવનગર: ગુજરાત સરકારે સમગ્ર રાજ્યની શાળાઓને આદેશ આપ્યો છે કે શાળાઓમાં કિચન ગાર્ડન ઉછેરવામાં આવે અને શાકભાજીઓ ઉગાડીને બાળકોને ખેતીના જ્ઞાન સાથે મધ્યાહ્ન ભોજનમાં પણ તાજુ શાકભાજી ઉપયોગમાં લેવામાં આવે.
બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ ભાવનગર જિલ્લાની અંદાજે 1066 શાળા પૈકી 1000 શાળામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. જો કે કેટલીક શાળાના શિક્ષકો સ્વયંભૂ આવું કિચન ગાર્ડન ઘણા વર્ષોથી ઉછેરી રહ્યા છે જેમાં ભાવનગરની માઢિયા ગામની શાળા ઉત્તમ ઉદાહરણ છે.
બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ કિચન ગાર્ડન પ્રોજેક્ટની અમલવારી દ્વારા નાનપણથી જ બાળકો ખેતી પ્રત્યે રૂચિ દાખવશે અને ખેડૂતો જે રીતે મહેનતથી અનાજ પકવે છે તે સમજાતા તે પરિશ્રમનું મૂલ્ય પણ સમજશે. બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા રીંગણાં, દૂધી, તુરીયા અને ભીંડો જેવા શાકભાજીની વાવણી શાળામાં અથવા તો શાળાની પડતર જમીનમાં કરવામાં આવી રહી છે.બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ હાલમાં 25 થી વધુ એવી શાળાઓ છે જ્યાં શિક્ષકો કાળજી લઈ રહ્યા છે. માઢિયા ગામમાં તો વૃક્ષોના સૂકા પાંદડા સાચવીને તેનું દેશી કમ્પોઝ ખાતર પણ બનાવવામાં આવી રહ્યું છે.
બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ આ ઉપરાંત શાળામાં અઢળક વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. શાળાઓમાં શાકભાજી જેવી ખેતી કરવાથી બાળકોને પોષણયુક્ત અને કેમિકલ વગરના શાકભાજીના ખોરાકથી બાળકોની તંદુરસ્તી વધશે તો સાથે બાળક પોતાના ઘરમાં જ શાકભાજી ઉગાડવા પ્રેરિત થશે.
બાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ ભાવનગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન પ્રોજેકટ અમલમાં લાવવામાં આવી રહ્યો છે પણ ભાવનગરની કેટલીક શાળાઓમાં શિક્ષકો સ્વયંભૂ આ પ્રોજેકટ આવ્યા પહેલા અમલમાં મૂકી ચૂકેલા છે પરંતુ આ પ્રોજેકટ સાચા અર્થમાં દરેક શાળામાં સફળ થાય તો ગામડાઓ ભાંગતા અને કુપોષણ જેવો મુદ્દો જરૂર દૂર થઈ શકે છેબાળકોને શાળામાંથી જ મળશે ખેતીનું જ્ઞાન, જાણો શું છે કિચન ગાર્ડન પ્રોજેક્ટ - ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ