ભાવનગર: વિશ્વમાં દિવસે દિવસે મહિલાઓમાં અને યુવતીઓમાં નવી નવી ફેશન જોવા મળે છે. ભાવનગરમાં પણ નવી ફેશન મેગાસીટી બાદ શહેરમાં પ્રવેશી રહી છે. આજની નવી પેઢીને વેસ્ટમાંથી બેસ્ટ અને નવીનતા સાથે શૂઝ ડિઝાઇનિંગ શીખવવામાં આવી રહ્યું છે. નાના બાળકોને શૂઝમાં ડિઝાઇનિંગનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે.
શૂઝ ડિઝાઇનિંગ ટ્રેન્ડ: ભાવનગર શહેરમાં નંદકુવરબા મહિલા કોલેજમાં ફેશન ડિઝાઇનિંગ કરતી વિદ્યાર્થીનીઓ માટે આર્ટિસ્ટ સ્પાર્ક 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયની પેઢીને નવું પીરસવાની ઈચ્છા સાથે શરૂ થયેલા આર્ટિસ્ટ સ્પાર્કમાં ફેશન વિભાગના આચાર્ય શ્રદ્ધા મકવાણાએ જણાવ્યું હતું કે આજના આધુનિક સમયમાં મેગાસીટીનો શૂઝ ટ્રેન્ડ ભાવનગરમાં ધીરે ધીરે આવી રહ્યો છે ત્યારે અમે શૂઝ ડિઝાઇનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનો દ્વારા શૂઝમાં કલર જાય નહીં તેવા કલરથી શૂઝમાં અવનવી ડિઝાઇન, લોગો, સિમ્બોલ અને કાર્ટૂન બનાવીને નવું કરવાની કોશિશ કરી હતી.
વિદ્યાર્થીનીઓની દ્રષ્ટિએ નવો ટ્રેન્ડ: ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓ કાર્ટૂન, ડિઝાઈનો, સિમ્બોલ તેમજ અવનવી ડિઝાઇન અને આકૃતિઓ બનાવી હતી. શૂઝ ડિઝાઇનિંગ સફેદ કલરના કેનવાસ શૂઝમાં જ કરવામાં આવે છે. ફેશન ડિઝાઇનિંગ કરતી વિદ્યાર્થીની સાઈમા ધુલીયાએ જણાવ્યું હતું કે મેગાસીટીનો ટ્રેન્ડ ભાવનગરમાં ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે અમને આજ શીખવવામાં આવ્યું હતું કે સફેદ શૂઝ પર ડિઝાઇનિંગ કઇ રીતે કરી શકાય છે. શૂઝ ડિઝાઇનિંગ શીખવાથી સ્ટાર્ટઅપ જેવા માધ્યમથી આપણી આવડત અને કલાને જરૂર આગળ વધારીને બિઝનેસમાં બદલી શકીએ છીએ.
આ પણ વાંચો Junagadh news: ગઢવી સમાજના સમુહ લગ્નમાં આયોજિત લોક ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ
ફેશન ક્ષેત્રે શૂઝ ડિઝાઇનનો ઉપયોગ?: આમ તો ફેશનમાં કોઈ દિવસ ના જોઈ હોઈ તેવી કલા ખપતી રહી છે. ભાવનગરમાં આવેલા શૂઝ ડિઝાઇનિંગ નવો ટ્રેન્ડ ફેશનમાં આવ્યો છે. હવે પહેરવેશ સાથે શૂઝ પણ પહેરવેશને અનુકૂળ અને હળીમળી આવતા પહેરવાનો ટ્રેન્ડ છે. આ ચણિયા ચોળી, ચોલી, ડ્રેસ અને જીન્સ પેન્ટ ઉપર યુવતીઓમાં ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આમ તો બાળકોમાં ટ્રેન્ડ શરૂ થયા બાદ હવે યુવતીઓમાં પણ વધી રહ્યો છે. નવો ટ્રેન્ડ નવી રોજગારીની આશા પણ ઉજળી કરે છે.