- ભાજપ પક્ષે નક્કી કરેલા પ્રથમ નાગરિક મેયર મનહર મોરી
- મેયર પદ બાદ હવે આગામી ચૂંટણીમાં પક્ષમાં કેવી નીતિ રહેશે
- મેયર પદે પણ છોડી ન હતી પોતાની પ્રક્રિયા
ભાવનગરઃ મહાનગરપાલિકામાં ચૂંટાઈને આવેલા નેતાઓનો આજે છેલ્લો દિવસ હતો. ભાવનગરના પ્રથમ નાગરિક મેયરનો મનહર મોરી જેમનો આજે છેલ્લો દિવસ હતો. જેની સાથે ETV BHARAT એ EXCLUSIVE વાતચીત કરી હતી અને કાર્યકાળ તેમજ હવે પછીના દિવસોના શુ કરશે. તેના વિશે માહિતી મેળવી હતી. જુઓ ખાસ વાતચીત
છેલ્લો દિવસ મેયરનો અને તેમનું શાસન કાળ
ભાવનગરના પ્રથમ નાગરિક એટલે મહાનગરપાલિકાના મેયર જે પદે ભાવનગરના ભાજપની ચૂંટાયેલી મહાનગરપાલિકાના સત્તામાં આવેલા ભાજપ પક્ષે નક્કી કરેલા પ્રથમ નાગરિક એટલે મેયર જેની સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી તેમના કાર્યકાળ વિશે માહિતી મેળવી હતી. આમ તો ટર્મ 13 ડિસેમ્બરે પુરી થાય છે પરંતુ શનિવાર અને રવિવારની રજા હોવાથી આજે છેલ્લો દિવસ હતો. પ્રથમ મેયર મનહર મોરી આમ તો રાજકારણમાં આવ્યા પહેલા માધ્યમ વર્ગીય અને પાનની દુકાન ચલાવતા હતા. જનસંઘથી જોડાયેલા મનહર મોરીને ભાજપ પક્ષે ઘણું આપ્યું હોવાનું જણાવ્યું હતું. મેયર પદે આવ્યા બાદ તેમની સામે અનેક પડકારો હતા પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેમની ટીમના સંકલનમાં અનેક વિકાસના કામો પારપડ્યા હોવાનું જણાવ્યું છે. રસ્તા માટે પડકાર રૂપ દબાણો હટાવવાનું તેમના માટે મુશ્કેલ હતું છતાં સફળતા મેળવી કામો પુરા પાડ્યા છે તેમ મેયરનું કહેવું હતું.
મેયર પદ બાદ હવે આગામી ચૂંટણી પક્ષમાં કેવી નીતિ રહેશે
ભાવનગરના મેયર મનહર મોરી વિશે આ સવાલ આમ કહીએ તો અજુગતો નથી કારણ કે, જનસંઘમાં આવ્યા બાદ તેમને લોકસેવાનો કરેલો પ્રારંભ આજે પણ યથાવત છે. મેયર મનહર મોરી આજે પણ સવારમાં 5 વાગ્યામાં પોતાના વોર્ડમાં ચક્કર લગાવે છે. નાની મોટી સમસ્યા હોય તો મહાનગરપાલિકામાંથી હલ કરાવે છે એટલું નહિ મનપાની સમસ્યા ન હોઈ તો અન્ય સમસ્યા પણ હલ કરાવે છે એટલે કહી શકાય એમ લોકસેવા કરે છે એટલે તેમના વોર્ડમાં તેમને હુલામણા નામ મનભા તરીકે ઓળખવામાં આવે છે મેયર પદે પણ તેમને પોતાની પ્રક્રિયા નથી છોડી અને આગામી દિવસોમાં પણ તેમની આ કાર્ય કરવાની પ્રણાલી શરૂ રહેશે.