ETV Bharat / state

અલંગમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલની જરૂરિયાત, જાણો મજૂરોની સ્વાસ્થ્ય સુવિધાઓ

ભાવનગર અલંગમાં (Bhavnagar Alang )મજૂરોની સંખ્યા 15000 ઓછામાં ઓછી જોવા મળે છે. સ્વાસ્થ્યને લઈને વાત કરવામાં આવે તો માત્ર બે હોસ્પિટલો 30 બેડની છે. એસોસિયેશન વધુ જિલ્લા કક્ષાની સુવિધા સભર હોસ્પિટલની( Health facility in Bhavnagar Alang )આશા સેવી રહ્યું છે. શું છે અલંગના મજૂરોની દશા અને સ્વાસ્થ્ય સેવા જાણો.

અલંગમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલની જરૂરિયાત, જાણો મજૂરોની સ્વાસ્થ્ય સુવિધાઓ
અલંગમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલની જરૂરિયાત, જાણો મજૂરોની સ્વાસ્થ્ય સુવિધાઓ
author img

By

Published : Jul 20, 2022, 5:16 PM IST

ભાવનગરઃ શહેરનું અલંગ પરપ્રાંતીય મજૂરોથી ભરેલું છે. પરપ્રાંતિયો અલગ અલગ રાજ્યોમાંથી આવીને અલનગના જહાજવાડામાં ભંગાતા જહાજ તોડવામાં (Bhavnagar Alang )કામ કરે છે. પરપ્રાંતિયોના સ્વાસ્થ્યને લઈને ( Health facility in Bhavnagar Alang )રાજ્ય સરકારની સેવા ક્યાક ટૂંકી પડી રહી છે. એસોસિયેશનની માંગ પણ છે તો સ્વાસ્થ્ય સેવામાં સુધારો પણ જોવા મળ્યો છે.

ભાવનગર અલંગ

અલંગમાં મજૂરો કેટલા અને રહેઠાણ કેવું - ભાવનગર અલંગ જહાજ વાડામાં 150 પ્લોટ આવેલા છે. જહાજોની આવક મહિને 25 થી 30 આસપાસ હોવાથી આશરે 15000 મજૂરો હમેશા રોજીરોટી મેળવે છે. પરંતુ આ મજૂરોને મુંબઈની જેમ ખોલીમાં પડતર જમીનમાં રહેવું પડે છે. ગંદકી અને લાકડાની બનાવેલી ખોલીમાં રહેતા મજૂરોના સ્વાસ્થ્ય પર અસર આજથી વર્ષો પહેલા જોવા મળી હતી. 1995 માં એઇડ્સ જેવો રોગ ઘર કરી ગયો હતો. સ્વાસ્થ્ય સેવન અભાવે અને એકલા રહેતા પુરુષોના કારણે એઇડ્સ જેવા(Labor Health Facility in Bhavnagar Alang) રોગે માજા મૂકી હતી. જહાજવાડામાં વધુ જહાજ આવતા મજૂરોની સંખ્યા 20000 ઉપર જતી રહે છે.

આ પણ વાંચોઃ Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

મજૂરોના સ્વાસ્થ્યને સરકારની આરોગ્ય સેવા - અલંગમાં કાયમી 15000 જેવા મજૂરો રહે છે એ મજૂરોને વાયરલ રોગ જેવા કે તાવ, શરદી, ઉધરસ તો પરેશાન કરતા હોય છે. પરંતુ લોખંડ સાથે કામ કરતા બીપી, હૃદયરોગ અને ડાયાબીટીસ જેવા રોગ પણ જોવા મળે છે. જો કે તેની માત્ર ખૂબ ઓછી છે. અલંગ ESIC હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ (Alang ESIC Hospital )ડો અમિત હમીદાણીએ જણાવ્યું હતું કે પાણી મજૂરોને ચોખ્ખું મળવાથી વાયરલ રોગો ઘટ્યા છે GMBએ સુરક્ષાની સમજ આપતા મજૂરો અમલ કરતા અકસ્માતની ઘટનાઓ ઘટી ગઈ છે. એઇડ્સ કન્ટ્રોલ થવાથી વર્ષે ક્યારેક 1 કે 2 કેસ આવે છે.હોસ્પિટલમાં સર્જરી વિભાગ અને ઓપરેશન થેટર પણ છે. આ સિવાય ESIC હોસ્પિટલમાં 30 બેડ અને રેડ ક્રોસ હોસ્પિટલમાં 30 બેડની સુવિધા છે.

આ પણ વાંચોઃ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગનો વધશે વ્યાપ : મથાવડા પાસે નવા પ્લોટ માટે કામગીરી શરૂ

ઘટતી સેવા શું છે અને કઈ જરૂરિયાત વધુ - અલંગમાં 15000 મજૂરોની સ્વાસ્થ્યની સ્થિતિમાં સુધાર જરૂર આવ્યો છે. પણ બે હોસ્પિટલમાં માત્ર 60 બેડ થાય છે. ક્યારેક મોટા અકસ્માત સર્જાતા ભાવનગર મજૂરોને રીફર કરવા પડે છે અને તેમાં અનેકના મોત થતા હોય છે .ત્યારે મજૂરોના વર્ક્સ એસોસિયેશનના સેક્રેટરી સંજયસિંગએ સારી અને વધુ બેડ સાથેની મોટી હોસ્પિટલ દરેક સુવિધાની બનાવવામાં આવે તો આસપાસના ગામડા અને અલંગના મજૂરોને અકસ્માત સમયે મોટી ગંભીર ઇજામાં રીફર કરવા ના પડે તેવી માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.