- એકને એક જગ્યાએ ફરી માસ્ક રેડથી વિફર્યા વેપારી
- ભાવનગર ચિત્રા GIDCમાં માસ્ક ટીમની રેડ
- ભાવનગર મનપાની ટીમ સામે સવાલ
ભાવનગરઃ ચિત્રા GIDC માં માત્ર માસ્કની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જમાં 15 લોકોએ માસ્ક નહિ પહેર્યા હોવાથી દંડત્મક કાર્યવાહિ કરી હતી. કે કે બેકરીના માલિકે ભાવનગર મનપા માસ્ક ટીમ પર આક્ષેપ કર્યા હતા. જેથી પોલીસ અને ડેપ્યુટી કમિશ્નરને બોલાવવાની ફરજ પડી હતી. અને ગંભીર આક્ષેપો બાદ ડેપ્યુટી કમિશ્નર સાથે એકલતામાં વેપારીની વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો. થયેલા આક્ષેપ બાદ મનપાની ટીમ સામે સવાલ જરૂર ઉભા થયા છે.
ભાવનગર મહાનગરપાલિકાની કે કે બેકરીમાં રેડ
ભાવનગર મહાનગરપાલિકાની માસ્કની ટીમ શહેરોમાં રેડ કરી હોતી, ત્યારે માર્કેટિંગ યાર્ડની બાજુમાં GIDC માં માસ્કની ટીમ ફરી બેકરીમાં પહોંચી હતી અને તપાસમાં 15 લોકોએ માસ્ક નહિ પહેર્યા હોવાથી દંડત્મક કાર્યવાહિ કરી હતી. દંડ ભરપાઈ ન થાય તો બેકરીને શીલ કરવા સુધી તૈયારી દર્શાવી હતી.
કે કે બેકરીમાં રેડ
કે કે બેકરીના માલિક રેડથી ભડકી ઉઠ્યા અને ટીમ સાથે માથાકૂટ શરૂ કરીને 2 હજારથી વધુ દંડ નહિ આપવા લપ શરૂ કરી હતી. જેથી પહેલા PCI અને બાદમાં બોરતળાવ પોલીસ સ્ટેશનની ગાડી બોલાવી હતી. PSI કક્ષાના અધિકારી હોવા છતાં મામલો પત્યો નહિ અને અંતે ડેપ્યુટી કમિશ્નર કુકડીયાને બોલાવવામાં આવ્યા હતા અને બાદ 5 હજાર દંડ ભરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, તેમના આક્ષેપો સાંભળવામાં આવ્યા છે અને તેને લઈને પણ વિચારણા થશે સાથે કમિશ્નરે અગાવ બેકરી સાથે રહેલા અને માલિકને સ્પષ્ટ કર્યું હતું કે, તમે ખાદ્ય ચીઝ બનાવો છો માટે માસ્ક જરૂરી છે.
મનપા માસ્ક ટીમ પર આક્ષેપ
મહાનગરપાલિકાએ રેડ કરતા કે કે બેકરીમાં સિંધી સમાજના આગેવાન કમલેશ ચંદાણી સહિત એ વન બેકરી અને અન્ય બેકરીના માલિકોએ આવીને ગંભીર આક્ષેપ મનપાની ટીમ પર કર્યા હતા. બેકરીમાં ભઠ્ઠી હોઈ જેથી માસ્ક શક્ય નથી તેમ જણાવ્યું હતું સાથે આક્ષેપ કર્યો હતો કે માસ્કની ટીમ બેકરીઓમાં ક્યાંક બે વખત તો ક્યાંક ત્રણ વખત જઈને 25000 સુધીના દંડ લઇ ચૂકી છે, ત્યારે GIDC માં અસંખ્ય ફેક્ટરીઓમાંથી બેકરીઓને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે. એક જ સમાજ અને વ્યવસાયને ટાર્ગેટ બનાવવાનું મનપા બંધ કરે કારણ કે લોકો દ્વારા અનેકને રોજીરોટી આપવામાં આવે છે.