- ભાવનગર શહેરના 5 જગ્યાએ રેપીડ ટેસ્ટીંગ બુથ શરૂ થશે
- આવતીકાલથી વધતા કોરોના કેસને પગલે રેપીડ ટેસ્ટ
- 32 કેસમાંથી 24 શહેરમાં પોઝિટિવ આવ્યા હતા
ભાવનગર: 18 તારીખે એક દિવસમાં શહેરમાં 24 કેસ નોંધાયા છે, જ્યારે 6 જિલ્લામાં આમ કુલ 32 કેસ બાદ મહાનગરપાલિકા જાગી ગઈ છે અને તારીખ 20 શનિવારના રોજ પાંચ સ્થળો પર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રેપીડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને રેપીડ ટેસ્ટ કરાવવા અને 50 વર્ષના વ્યક્તિઓને વેકસીન લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:Exclusive:ભાવનગરની પ્રખ્યાત બેકરી મનપા ટીમની ઝપટમાં, તુરંત રેપીડ ટેસ્ટ કરાયા કેમ ? જુઓ
લોકોને સંપુર્ણ સાથ સહકાર આપવા અનુરોધ
ભાવનગર શહેરમાં તારીખ 20ને શનિવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રેપીડ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવશે જેમાં કોરોના ટેસ્ટ કરાશે. ભાવનગર શહેરના નિલમબાગ સર્કલ, સરદારનગર સર્કલ, RTO સર્કલ, શિવાજી સર્કલ, લીલા સર્કલ સહિતના વિસ્તારોમાં રેપીડ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે. લોકોને સંપુર્ણ સાથ સહકાર આપવા પણ તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
શહેરના પ્રવેશ દ્વારોએ ચેક પોસ્ટ ઉભી કરાઈ
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 32 જેટલા કોરોના પોઝીટીવના નવા કેસ નોંધાયા છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા શહેરના પ્રવેશ દ્વારોએ ચેક પોસ્ટ ઉભી કરી બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવો જરૂરી છે. અન્યથા બહાર ગામથી આવતા લોકોના કારણે ભાવનગર શહેર જિલ્લામાં પણ કોરોનાના કેસ વધશે તેવી દહેશત છે.
આ પણ વાંચો:ભાવનગર મનપાની નવી યોજના, ‘ટેસ્ટ ઓન કોલ’ અંતર્ગત ઘરે બેઠા રેપીડ ટેસ્ટ થશે