ETV Bharat / state

ભાવનગરમાં રથયાત્રાને લઈને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ - rathyatra in Bhavnagar

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 37 મી રથયાત્રા (Jagannath Rathyatra 2022)યોજાશે. ભાવનગર રથયાત્રા કમિટી દ્વારા રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા આ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને લઈને આજરોજ રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા પાસા સંદર્ભે મિટિંગ યોજી હતી.

ભાવનગરમાં રથયાત્રાને લઈને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ

author img

By

Published : Jun 21, 2022, 7:21 PM IST

ભાવનગરઃ આગામી 1 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 37 મી રથયાત્રા (Jagannath Rathyatra in Bhavnagar 2022 )યોજાશે. 17 કિલોમીટરના રૂટ પર યોજાનાર આ રથયાત્રાને લઈને રથયાત્રા કમિટી તથા ભાવનગર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ રથયાત્રાને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરવા રેન્જ આઈજીની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી.

રથયાત્રા

રેન્જ આઈજી દ્વારા સમિક્ષા બેઠક યોજાઈ - ભાવનગરના આંગણે આગામી1 જુલાઈ એટલેકે અષાઢી બીજના (Jagannath Rathyatra 2022)રોજ 37મી રથયાત્રા યોજાનાર છે. ભાવનગર રથયાત્રા કમિટી દ્વારા રથયાત્રાની(Rathyatra in Bhavnagar)તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા આ રથયાત્રાને લઈને સુરક્ષા-વ્યવસ્થાનો અભેદ્ય કિલ્લો ગોઠવવા આજરોજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષસ્થાને ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા પાસા સંદર્ભે મિટિંગ યોજી હતી. છેલ્લા બે વર્ષથી કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે રથયાત્રા જે માહોલ-ઉત્સાહ વચ્ચે યોજાવી જોઈએ એ રીતે યોજાઈ શકી ન હતી. હવે ત્રણેક લહેર પસાર થયા બાદ આ વર્ષે પૂરાં ઉત્સાહ સાથે ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજાનાર છે શ્રદ્ધાળુઓમા અગાઉથી જ અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાંથી નીકળે છે, ત્યારે જાણીયે શું છે તેની વ્યવસ્થા

સુરક્ષા બંદોબસ્ત અંગે વિશેષ પગલાં - રથયાત્રા કમિટી દ્વારા પોલીસ તંત્રને જણાવ્યું છે કે આ વર્ષે રથયાત્રામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઉમટી પડશે આથી સુરક્ષા બંદોબસ્ત અંગે વિશેષ પગલાં લેવામાં આવે એવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં વિવિધ મુદ્દાઓને લઈને જાહેર સુરક્ષા વ્યવસ્થા જોખમમાં મુકાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં પણ રામનવમીની રથયાત્રામાં કેટલાક શહેરોમાં કાંકરીચાળો થયો હતો. આથી ભાવનગરમાં પણ સુલેહ શાંતિ મા "પલિતો" ન ચંપાય એ માટે પોલીસ તંત્ર કટિબદ્ધ હોવા સાથે પૂરેપુરી તૈયારીમાં હોવાનું રેન્જ આઈજી એ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Jagannath Rathyatra in Patan : રથયાત્રાને લઈને પોલીસનો માર્ગ પર રોમાંચક ફ્લેગમાર્ચ

શહેરમાં પ્રવેશતાં માર્ગોપર ચાંપતો બંદોબસ્ત - વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રથયાત્રામાં અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએથી જ રથયાત્રાના 17 કિલોમીટરના રૂટ તથા શહેર સાથે શહેરમાં પ્રવેશતાં માર્ગોપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. આ રથયાત્રામાં 15 DYSP, 40 PI, 150 થી વધુ PSI, 3000 પોલીસ જવાનો 2000 હોમગાર્ડ ખડેપગે તૈનાત રહેશે. તથા 3 ડ્રોન કેમેરા સહિત સીસીટીવી કેમેરાની મદદ લેવાશે. તથા ખાસ પ્રશિક્ષિત જવાનો રથયાત્રા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગમા રહેશે રથયાત્રા આડે હવે દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રૂટ પર રીહર્સલનો અભ્યાસ પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.