ETV Bharat / state

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ભાવનગરમાં માસ્ક વિતરણ - કોંગ્રેસના ધારાસભ્ય

ભાવનગર શહેરમાં આજદિન સુધી કોંગ્રેસ કાર્યાલય અથવા અન્ય સ્થળ પર રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરતું આવ્યું છે, ત્યારે કોરોના મહામારીમાં કોંગ્રેસ સેવાના ભાવ સાથે મેદાનમાં ઉતરીને ભાવનગરના જશોનાથ ચોકમાં રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી છે. ઉજવણી સાથે રસ્તા પર નીકળતા લોકોને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Rajiv Gandhi
Rajiv Gandhi
author img

By

Published : Aug 20, 2020, 2:17 PM IST

ભાવનગરઃ શહેર અને જિલ્લા કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે ઉજવણી કરી હતી. ભાવનગરના જશોનાથ ચોક ખાતે રસ્તા પર કોંગ્રેસે રાજીવ ગાંધીના જન્મ જયંતીની ફુલહાર કરીને ઉજવણી કરી છે. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને કેન્દ્ર સુધીની ચૂંટણીમાં પછડાટ ખાઈ રહ્યું છે, ત્યારે રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી પહેલી વખત જાહેરમાં કરવામાં આવી છે.

ભાવનગરમાં માસ્ક વિતરણ સાથે રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી

ભાવનગરના જશોનાથ ચોક ખાતે રાજીવ ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના ધારાસભ્ય, વિરોધ પક્ષના નેતા અને ચૂંટાયેલા કોંગ્રેસના નગરસેવક સહિત કાર્યકરોએ ફુલહાર કરીને ઉજવણી કરી છે. ભાવનગરમાં આજદિન સુધી ઘણા સમયથી જાહેરમાં ઉજવણી નહોતી થતી પણ 2020માં જાહેરમાં ઉજવણી કરીને કોરોના મહામારીમાં કોંગ્રેસે માસ્કનું વિતરણ કર્યું છે. રસ્તા પર નીકળતા વાહન ચાલકોને માસ્ક આપવામાં આવ્યાં હતાં. કોંગ્રેસે રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી પહેલી વખત અલગ રીતે ઉજવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.