- મહુવાના લોંગડી ગામમાં માછલીઓનો વરસાદ
- ગામવાસીઓમાં જાગ્યું કુતૂહલ
- માછલીઓનો વરસાદ થતા લોકોમાં ભય પણ
ભાવનગર: જિલ્લાના મહુવાના લોંગડી ગામમાં એક અદભૂત ઘટના જોવા મળી છે, મંગળવારે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા લાગ્યો હતો અને પછી વરસાદ પડ્યો હતો. વરસાદમાં આકાશમાંથી માછલીઓ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.
આ પણ વાંચો : મહુવા યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો
ગામવાસીઓમાં કુતૂહલ
લોંગડીના ભાવેશભાઈ મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આકાશમાંથી માછલીઓનો વરસાદ લોંગડીમાં 2 જગ્યાએ બસ સ્ટેન્ડ અને નહેર કાંઠે પડ્યો હતો. નિશાળના ધાબા ઉપર બગલાઓના ટોળા થતા ગામવાસીઓને જાણવાનું મન થયું હતું કે, બગલા કેમ એટલા બધા ભેગા થયા તો જોતા આકાશમાંથી માછલીનો વરસાદ થતો હતો અને 500 થી1000 માછલીઓ નિશાળ ના ધાબા ઉપર જોવા મળી હતી.
આ પણ વાંચો : મહુવાના તાલુકા મેથળા બંધના કારણે 15થી વધુ ગામોના ખેડૂતોને 30 વર્ષ બાદ મબલક ઉપજ મળી
કુતૂહલ સાથે ભય
ભાવેશ ભાઈના કહેવા મુજબ પહેલા અહીં આકાશમાં વાદળ ઘેરાયા હતા અને લાગતું હતું કે વરસાદ પડશે પણ માછલીઓનો વરસાદ થયો હતો આમ હાલના સમયમાં કોરોના આવ્યો અનેક અઘટિત ઘટના ઓ બની રહી છે જાણે પ્રલય આવ્યો હોય તેમ આજે આ નવી ઘટના આકાશમાંથી માછલાં નો વરસાદ થયો હતો.