ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વાયુ વાવાઝોડાની અસરના કારણે જુના પાદર, શેવડીવદાર, ચોક ,વીજાના નેસ, વીરપુર, આયાવેજ, સનાળા જેવા આ ગામોમાં અંદાજે ૩૦૦થી વધારે વીઘામાં કેળના પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. કેળના પાકને મહામહેનત એ ઉછેરવામાં આવે છે, ત્યારે આ કુદરતી આફતના કારણે પાકને મોટી નુકસાની થઈ છે. ત્યારે ખેડૂતો હાલ સરકાર પાસે સહાય ની માંગ કરી રહીયા છે.
ખેડૂતોને ડુંગળી ,ઘઉં, જીરું, કપાસ જેવા પાકો આકરી મહેનત કરવા છતાં પણ પોષણક્ષમ ભાવ મળતા નથી. જેસર પંથકના ખેડૂતો કેળની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ કહેવત છે ને કુદરતી આફત સામે કોઈનું ચાલતું નથી. તેવુ જ જેસરના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યું છે.