ભાવનગરઃ મનપાએ માસ્ક નહિ પહેરનારા પર દંડનીય કાર્યવાહી કરી છે, ત્યારે બજારમાં ચેકીંગમાં રહેલા મનપાના કર્મચારીઓ સંવ હવે વેપારીઓ લાલઘૂમ થયા છે. વેપાર 100 રૂપિયાનો નો હોઈ અને લોકડાઉનમાં માસ્કના ન પહેરવાના નામે 500ના દંડનો વિરોધ કર્યો હતો.
ભાવનગર શહેરમાં માસ્કને લઈને મનપાના અધિકારીઓ દ્વારા બજારમાં ચેકીંગ ચાલી રહ્યુ છે. ત્યારે ભાવનગરના ડબગર શેરીમાં માસ્ક નહિ પહેરવાને લઈને મનપાના અધિકારી દ્વારા 500 રૂપિયાનો દંડ જીકવામાં આવ્યો હતો. દંડને કારણે વેપારીઓમાં રોષ ફાટી નીકળતા રસ્તા પર આવી વિરોધ કર્યો હતો.
ભાવનગરના જિલ્લા પંચાયત સામે હાઇકોર્ટે રોડ તરફ જવાના ડબગર શેરીમાં આવેલી મોબાઈલ સહિતની દુકાનો પર મનપાના અધિકારી ચેકિંગમાં હતા અને એક વેપારીને માસ્ક નહિ પહેરેલું હોવાથી દંડ જીક્યો અને બાકીના વેપારીઓ એક થઈ આક્ષેપ કર્યો હતો કે માત્ર વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે.
જાહેર રસ્તા પર અનેક લોકો નીકળવા છતાં મનપાના અધિકારીઓ કશું કરતા નથી વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે રોજનો વેપાર 200 રૂપિયાનો હોઈ નહીં અને આ લોકો છાશવારે આવીને કોઈને કોઈ બાબતે દંડ કરી જાય છે.