ભાવનગર : ભરતનગર પોલીસ સ્ટેશનના અકસ્માતમાં મૃત્યુ પામેલા કોન્સ્ટેબલને (Bharat Nagar Police Station Constable Accident)કાર મારફત જવાની મંજૂરી ના હતી. IG અશોક યાદવે PSIને મળેલી મંજૂરી વિરુદ્ધ પર જઇ કારમાં મોકલવા બદલ અને અધિકારી કક્ષાના તપાસમાં નહિ જતા સસ્પેન્ડ (PSI of Bhavnagar Suspended) કરવામાં આવ્યા છે.
પોલીસ કર્મીના અકસ્માત બનાવમાં PSI સસ્પેન્ડ
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ આરોપીની શોધખોળમાં દિલ્હી ગયા હતા. કાર મારફત પરત ફરી રહેલા પોલીસ કર્મીના રાજસ્થાન પાસે અકસ્માતમાં મૃત્યુ થતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટના બાદ ભરતનગર પોલીસ સ્ટેશનના PSI એચ.એમ. યાદવને IG દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગંભીર બેદરકારી બદલ PSI સસ્પેન્ડ કરાયા છે.
આ પણ વાંચોઃ Hashish seized in Bhavnagar : ભાવનગર SOG પોલીસ દ્વારા 42 કિલો ગાંજા સાથે 2ની કરી ધરપકડ
PSI સસ્પેન્ડ કરવા પાછળ શુ કારણ રજૂ કર્યું
ભરતનગર કોન્સ્ટેબલના અકસ્માત બનાવમાં IG કક્ષાએથી કડક (Police Suspended in Bhavnagar) કાર્યવાહી કરવામાં આવી છે. ગુના હેતુ તપાસ માટે મુસાફરી કરવા વડી કચેરી દ્વારા ટ્રેન મારફત જવાની મંજૂરી આપવામાં આવી હતી. PSI હુકમના વટ જઈને કારમાં જવા મંજૂરી આપી હતી. તેમજ તપાસમાં અધિકારીને જવાનો આદેશથી અધિકારી નીચેના કર્મીઓને મોકલવામાં આવ્યા હોવાથી IG અશોક યાદવ દ્વારા PSI એચ.એમ. યાદવને ફરજ મોકૂફ કર્યા છે. પોલીસ બેડામાં હુકમની વટ જનારા પોલીસકર્મીઓને કડક સંદેશો આપ્યો છે.
આ પણ વાંચોઃ Controversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું