- ભાવનગર શહેરમાં મજદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
- બોનસ તેમજ નાઈટ ડ્યુટીનું બંધ કરેલું ભથ્થું શરૂ કરવા માંગ
- માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી
ભાવનગર: શહેરમાં મજદૂર સંઘ દ્વારા ડીઆરએમ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મજદૂર સંઘે પોતાની બે માંગ કેન્દ્રના રેલવે મંત્રાલય પાસે મૂકી છે. દિવાળીના તહેવારને લઇને બોનસ જાહેર કરવાની માંગ અને નાઈટ ડ્યુટીનું બંધ કરેલું ભથ્થું શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. આ માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ભાવનગર મજદૂર સંઘ ડીઆરએમ કચેરીએ વિરોધ કરી મજદૂર સંઘ દ્વારા રેલવે મંત્રાલય પાસે માંગ કરવામાં આવી છે. મજદૂર સંઘે કહ્યું છે કે, તેમનો હક બોનસનો છે અને રેલવેએ તે આપવો જોઈએ. દશેરા નજીક આવવા છતાં રેલવેએ જાહેર કર્યું નથી. એ સિવાય રેલવેએ નાઈટ ડ્યુટીમાં વધારાનું મળવા પાત્ર ભથ્થું છે તે પણ કેટલાક પે ગ્રેડ ઉપરના હોઈ તેને બંધ કરી દેવામાં આવ્યું છે. ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી તેથી આ બે માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
મજદૂર સંઘેની ચેતવણી માંગ પગલે
ભાવનગર મજદૂર સંઘે બોનસ અને વધારાની નાઈટ ડ્યુટીનું બંધ કરેલું ભથ્થું શરૂ કરવાની માંગ કરી છે. થોડા દિવસોમાં માંગ નહી પુરી થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી અને વિરોધ પ્રદર્શન કરીને પોતાની માંગ સંતોષવા જણાવ્યું છે.