ભાવનગરઃ ડુંગળી પકવતા ખેડૂતોને સરકારી યોજનાનો ખાસ લાભ મળતો નથી. હાલમાં કોરોના વાઈરસની અસર એવી થઈ છે કે, સરકાર ટ્રાન્સપોર્ટ અને મુસાફરી ધીરે ધીરે બંધ કરાવાનો વારો આવ્યો છે, ત્યારે ડુંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે.
![ડુંગળીના ભાવ પર કોરોનાની અસર: નિકાસ બંધ થતાં ખેડુૂતો રોષે ભરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01dunglipkgchirag7208680_19032020153628_1903f_01477_713.jpg)
ખેડૂતોનું કહેવું છે કે, હાલ પાક સારો થયો છે અને બજાર 400થી 500 રૂપિયા હતી. કરોનાના પગલે સરકારે નિકાસ બંધ કરતા તેની અસર ડુંગળીના ભાવ પર દેખાઈ રહી છે. ભાવ તૂટીને 150 થી 250 વચ્ચે આવી ગયા છે. ખેડૂતોની માગ છે કે, આ મામલે સરકાર યોગ્ય પગલા ભરે, જેથી ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ન આવે.