ETV Bharat / state

ભાવનગરમાંથી પોલીસે પકડેલો અધધ... કિંમતનો દારૂનો કર્યો નાશ

શહેર પોલીસે આશરે 1,19,71,090ના દારૂનો નાશ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં ફુલસર NCC ક્વાર્ટર ખાતે દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી નાખવામાં આવ્યું હતું.

પોલીસે પકડેલો અધધ... કિંમતનો દારૂનો કર્યો નાશ

author img

By

Published : Feb 28, 2020, 4:41 PM IST

ભાવનગર : શહેર વિભાગ નીચે આવેલા 8 પોલીસ સ્ટેશનના પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની પરવાનગી લઈને ડીવાયએસપીએ પ્રાંત અધિકારીને સાથે રાખીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

પોલીસે પકડેલો અધધ... કિંમતનો દારૂનો કર્યો નાશ
ભાવનગરના 8 ડિવિઝન હેઠળ 41036 દારૂની બોટલ ઝડપાઇ હતી. દારૂની સમગ્ર બોટલોને ટ્રક મારફત ભાવનગર ફુલસર ખાતે આવેલા NCC ક્વાર્ટર ખાતે લાવવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી મનીષ ઠાકર અને પ્રાંત અધિકારી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનના પીઆઇ સહિત પોલીસ કાફલા સાથે રાખીને ખુલ્લા મેદાનમાં દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો. જો કે નવાઈની વાત તો એ છે દારૂની કિંમત 1,19,71,090 જેટલી થાય છે. પોલીસે સંપૂર્ણ બોટલો જવાબદર અધિકારીની હાજરીમાં નાશ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.