ભાવનગર : માસ્ક અંગે દંડ લેવાની સત્તા જ્યારે પોલીસને આપવામાં આવી છે, ત્યારે હવે પોલીસ દ્વારા ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ કરી અને માસ્ક ન પહેરનાર લોકોને સ્થળ પર દંડ કરવામાં આવ્યો હતો.
કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે સૌથી મહત્ત્વનો જો કોઇ ઉપાય છે તો તે છે માસ્ક... વાઇરસથી બચવા માટે માસ્ક પહેરવુ જરૂરી છે, પરંતુ લોકો હજુ માસ્ક પહેરવા પ્રત્યે જાગૃત ન હોવાથી સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આવા સંજોગોમાં આ પહેલા માસ્ક ન પહેરનારને મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા માસ્ક અંગેની સત્તા પોલીસને આપવામાં આવી છે, ત્યારે ભાવનગર પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં માસ્ક ડ્રાઇવ યોજી અને માસ્ક વિના રોડ પર નીકળતા લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
આજે મંગળવારે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા રોડ પરથી માસ્ક વિના નીકળતા લોકોને સ્થળ પર રોકડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે મોટી સંખ્યામાં માસ્ક પહેર્યા વિનાના લોકો પોલીસના હાથે દંડાયા હતા.
પોલીસે માસ્ક નહી પહેરનાર પર કરી કાર્યવાહી