ETV Bharat / state

ભાવનગરમાં ચૂંટણી સભા પછી PM મોદી કોને સામે ચાલીને મળવા ગયા જૂઓ - Parshottambhai Solanki BJP Leader

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ભાવનગર પહોંચ્યા હતા. અહીં ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં (Bhavnagar West Assembly Constituency) વડાપ્રધાનની જાહેર સભા યોજવામાં આવી (PM Narendra Modi Public Meeting in Bhavnagar) હતી. તે દરમિયાન વડાપ્રધાને 27 વર્ષના લેખાજોખાની વાત વર્ણવી હતી. તો આ સભા પછી વડાપ્રધાન એક નેતાને સામે ચાલીને મળવા ગયા હતા. ત્યારે આવો જાણીએ કોણ છે તે નેતા.

ભાવનગરમાં ચૂંટણી સભા પછી PM મોદી કોને સામે ચાલીને મળવા ગયા જૂઓ

author img

By

Published : Nov 24, 2022, 9:25 AM IST

ભાવનગર શહેરમાં ભાજપે પૂરજોશમાં પ્રચાસ શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે હવે ગુજરાત ચૂંટણી પ્રચારની (Gujarat Election 2022) કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં (Bhavnagar West Assembly Constituency) તેમણે સભા (PM Narendra Modi Public Meeting in Bhavnagar) ગજવી હતી. તે દરમિયાન સ્થાનિક નેતાઓ સહિત અન્ય દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાને 27 વર્ષના લેખાજોખા અને આગામી દિવસોમાં વિકાસની રાહ જણાવી હતી. તો વડાપ્રધાને કોને કોને યાદ કર્યા અને કોને સામે ચાલીને મળ્યા ગયા જાણો.

કામના લેખાજોખા લઈને PM પહોંચ્યા ભાવનગર ભાવનગરના (Bhavnagar West Assembly Constituency) આંગણે ત્રીજી (Gujarat Election 2022) વખત વડાપ્રધાને 27 વર્ષમાં કરેલું અને આગામી દિવસોમાં કરનાર કામના લેખાજોખા ચૂંટણી સભામાં (PM Narendra Modi Public Meeting in Bhavnagar) આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતા સાધુ-સંતોએ સ્વાગત કર્યું અને તુરત પોતાની ચૂંટણીલક્ષી સંબોધન આપી રવાના થયા હતા. સભામાં શુ નવું એ પણ જાણો.

ભાવનગરમાં મોદીએ ગજવી સભા
ભાવનગરમાં મોદીએ ગજવી સભા

"ફિર એક બાર મોદી સરકાર" સભામાં આવતા અને સ્વાગત થતાની સાથે વડાપ્રધાને (PM Narendra Modi Public Meeting in Bhavnagar) પોતાનું વક્તવ્ય શરૂ કર્યું હતું. વક્તવ્યમાં વડાપ્રધાને કહ્યું કે, દક્ષિણ, ઉત્તર ગુજરાતની જનતાને ઘણા સમય બાદ મુલાકાત કરીને આનંદ મળ્યો છે. અમે બધાના ઋણી છીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની (Krishna Kumarsinhji Bhavsinhji) આ ભૂમિ છે. કૃષ્ણકુમારસિંહજીએ બધા લોકોની ભાવનાઓ ભેગી કરી હતી અને અમારો ભાવ પણ એ જ છે. ભારતને ઊંચાઈ પ્રાપ્ત કરાવવી છે.

કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા તેમણે ઉમેર્યું (PM Narendra Modi Public Meeting in Bhavnagar) હતું કે, હું જ્યારે ભણતો હતો. ત્યારે ભાવનગર (Bhavnagar West Assembly Constituency) ક્યાં આવ્યું ખબર નહતી. ત્યારે શાળામાં એક નાટક યોજવામાં આવ્યું. ત્યારે મારા શિક્ષકે મને કૃષ્ણકુમારસિંહજીનો રોલ (Krishna Kumarsinhji Bhavsinhji) ભજવવા આપ્યો. ત્યારે કૃષ્ણકુમારસિંહજીને ભાખી શક્યો અને મળ્યો હતો. આજે વિકસિત ભારત બને તેમાં ભાવનગરની ભૂમિકા હોય અને એક શંખનાદ સંભળાય. 2-2 દાયકાના અતૂટ વિશ્વાસ અને તપસ્યાએ આ યાત્રાનો નાતો જોડયો છે.

22 વર્ષની કામગીરી વડાપ્રધાને જણાવી ગુજરાતમાં કોંગ્રેસના શાસન બાદ પાણીની જે સમસ્યા હતી. ત્યારે મારા તરફથી હું વાત મૂકતો તે સમયે તેનો હસી મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ હવે સૌની યોજના થઈ અને પાણી ઘરે-ઘરે ઉપલબ્ધ થયું છે. તેવી રીતે દરિયા કિનારે 15,000 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવા માટે પણ મારો મજાક ઉડાવવામાં આવી છે. પણ આજે ત્યાં 15,000 મેગાવોટ દરિયા કિનારે બની રહી છે. એટલું નહીં સૌર ઊર્જા મથક દરિયાઈ પટ્ટી પર પણ ઊભું કરવામાં આવ્યું છે.

રોરો ફેરી સર્વિસ આપણે બનાવી તેમણે ઉમેર્યું હતું કે, હજારો કિલોમીટરની CNG ગેસ લાઇન કોસ્ટલ હાઈવે, હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ આપણે બનાવી છે. આ સિવાય પોર્ટ ક્ષેત્રે વિશ્વનું સૌથી મોટું CNG ટર્મિનલ પણ સ્થાપિત થવા જઈ રહ્યું છે. આમ, 25 વર્ષમાં ગુજરાત ગ્લોબલ સેન્ટર તરીકે સ્થાપિત થાય તેવું કામ કર્યું છે.

આગામી દિવસોમાં રોજગારીની તકો PMના મતે આ સિવાય આગામી દિવસોમાં 10 લાખ નવા આઈટી સેક્ટરમાં રોજગાર ઊભા થવાના છે. આમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર બનાવવાનું કામ થશે, જેનાથી 2 લાખ નોકરીઓ મળવાની છે. આ સાથે કાળિયાર અભયારણ્ય પણ (blackbuck sanctuary bhavnagar) આવેલું છે ત્યારે મુસાફરો અભ્યારણ અને પાલીતાણા જેવા યાત્રાધામોમાં આવતા થશે અને રોજગારીની તકો મળશે. જેમાં ભજિયાંવાળા, રમકડાંવાળા અને ચાવાળા પણ રોજગારી મેળવવાના છે.

વડાપ્રધાન સામે ચાલી કોળી સમાજના અગ્રણી પરસોત્તમભાઈને મળ્યા ભાવનગરના માર્કેટિંગ યાર્ડ સામે યોજાયેલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું ચૂંટણીલક્ષી ભાષણ પૂર્ણ કરીને લોકોને હાથ ઊંચો કરીને આશીર્વાદ ઝિલ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન સામે ચાલીને અસવસ્થ રહેતા પુરુષોત્તમ સોલંકીને (Parshottambhai Solanki BJP Leader) મળવા પહોંચ્યા હતા. હાથ મેળવીને પરસોત્તમભાઈ સાથે થોડી ગુફતેગુ કરી હતી. હસતા મોઢે બંને વાતો કરતા લોકોમાં હુરીયો બોલ્યો હતો. જો કે પરષોત્તમભાઈ સોલંકી કોળી સમાજના સૌથી મોટા અને પીઢ નેતા છે. ત્યારે 34 બેઠકના બાઝીગર ગણાતા પરસોત્તમ સોલંકી સભામાં હાજરી આપતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

વડાપ્રધાનની ત્રીજી સભા ચૂંટણીને પગલે કોણ હાજર વડાપ્રધાન ચૂંટણીને પગલે સભા (PM Narendra Modi Public Meeting in Bhavnagar) સંબોધવા માટે માર્કેટિંગ યાર્ડ સામે યોજાયેલી સભામાં આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત સાધુ સંતોએ કર્યું હતું. તો મુખ્ય મંચ પર કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયા, ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી, પરસોત્તમ સોલંકી, વિભાવરી દવે, રાજુ રાણા,હરુ ગોંડલીયા,પૂર્વ મેયર મનભા મોરી, મેયર કીર્તિબેન દાણીધરીયા, સાંસદ ભારતીબેન શિયાળ અને મહેશભાઈ રાવળ ઉપસ્થિત રહ્યા હતાં. દરેકની સાથે હસી મજાકથી વડાપ્રધાન મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.