ભાવનગર: શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવનું બ્યુટીફિકેશન 2019 માં કર્યા બાદ આજ દિન સુધી લોકોનો ઘસારો જોવા મળતો નથી. કરોડોના ખર્ચે નવીનીકરણ તો કરવામાં આવ્યું. પરંતુ સ્થાનિક પરિવાર ત્યાં હરવા ફરવા માટે જતા નથી. જો કે જે જાય છે તેની પાસે પણ કેટલાક સવાલો છે. આમ છતાં મહાનગરપાલિકા હજુ પણ ગોળ નાખીને ગળ્યું કરવા માટે મથી રહી છે.પરંતુ સવાલ માત્ર એટલો છે કે કરોડોનું તળાવ બહારથી દબાણો અને અંદરથી દુર્ગંધ થી ઘેરાયેલું ગંગાજળિયા તળાવ આખરે કેમ આકર્ષણનું કેન્દ્ર બન્યું નહીં. જો કે જવાબ પ્રજા જ આપશે ચાલો જોઈએ.
ખર્ચ પાણીમાં: શહેરની વચ્ચે તળાવ અને તળાવ વચ્ચે માં ગંગા છતાં નથી. આવતી પ્રજા ભાવનગર શહેરની વચ્ચે ગંગાજળિયા તળાવ ભાવનગરની આન બાન અને શાન કહેવામાં આવે છે. તળાવની એક તરફ ગંગાદેરી આવેલી છે. તો ત્રણ તરફ રસ્તા આવેલા છે. ભાવનગર શહેર વચ્ચે આવેલા ગંગાજળિયા તળાવનું બ્યુટીફિકેશન 2019 ની સાલમાં કરવામાં આવ્યું હતું. તળાવમાં 10 કરોડ જેવો ખર્ચ કરવામાં આવ્યો હતો. તળાવની ચારે તરફ લોકો ચાલી શકે તેવી વ્યવસ્થા છે. તેમજ પરિવાર સાથે બેસી શકે તેવી પણ વ્યવસ્થા છે. તળાવ વચ્ચે અરા માતાજીની મૂર્તિ છે.આમ છતાં સુંદર તળાવ હોવા છતાં પણ લોકો જોવા મળતા નથી.ત્યારે પ્રશ્ન એ જરૂર થાય કે ગંગાજળિયા તળાવના પાણીમાં કરેલ ખર્ચ શું પાણીમાં ગયો છે.
"હાલમાં તળાવમાંથી વનસ્પતિ કાઢવાનું અને કચરો કાઢવાની કામગીરી શરૂ છે. થોડા દિવસોમાં તળાવમાં બોટિંગ થાય એ માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે એટલે ટૂંક સમયમાં તે પણ શરૂ કરવામાં આવશે. 2019 થી નવીનીકરણ સમયથી આજદિન બાળકો પરિવાર સાથે લોકો જોવા મળ્યા નથી. જેમ મનપાના બોર તળાવ ખાતે લોકોનો ઘસારો જોવા મળે તેવી રીતે. મતલબ સાફ છે અસ્વચ્છતા અને આસપાસના દબાણો તેનું કારણ છે.લોકો પરિવાર સાથે ત્યારે આવે જ્યારે દરેક પ્રકારની સુરક્ષા અને સુવિધા ઉપલબ્ધ હોય"--એન વી ઉપાધ્યાય (કમિશનર,ભાવનગર મહાનગરપાલિકા)
કચરો તળાવમાં: તળાવની મુલાકાત લેતા થોડા ઘણા લોકો પણ તેનો મત ભાવનગર ગંગાજળિયા તળાવ હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ત્યાં રડયા ખડીયા લોકો જોવા મળે છે. ત્યારે તળાવની પાળે આવેલા બે ચાર શખ્સો સાથે વાતચીત કરવામાં આવી હતી. આવેલા પ્રવાસી મુકેશભાઈએ જણાવ્યું હતું કે" તળાવના પાણીમાં અત્યંત ગંદકી છે અને પાણીમાં વનસ્પતિ પણ ઊગી નીકળી છે.સાફ સફાઈ કરાવવી જોઈએ. જોકે વનસ્પતિ અને કચરાને કારણે એટલી હદે દુર્ગંધ આવે છે કે ઊભા રહેવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. જો આવી પરિસ્થિતિ હોય તો ગમે તેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હોય તો પણ લોકોને અહીંયા જવાનું પસંદ નહીં કરે. ત્યારે પારુલબેન નામની મહિલાએ તો ગંદકી અને દુર્ગંધના પગલે બાળકોને લઈને તો ન જ આવવું જોઈએ તેવું સ્પષ્ટ કહી દીધું હતું. હરિભાઈએ જણાવ્યું હતું કે કચરો,ગંદકી અને વનસ્પતિથી દુર્ગંધ આવે છે. તળાવની ત્રણ તરફ રસ્તો છે તો ખાણીપીણી વાળા ત્યાં કચરો તળાવમાં નાખી જાય છે.