ETV Bharat / state

સાવધાન..! હવે જો રસ્તા પર થુકશો અથવા કચરો ફેકશો તો આવશેકોર્ટનું તેડું, કેટલા ઝપટે ચડ્યા જુઓ..! - Swachata Abhiyan in Bhavnagar

ભાવનગરમાં સ્વચ્છતા મિશન (Sanitation Mission in Bhavnagar) હેઠળ શહેરને સુંદર-સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસના CCTV પ્રોજેક્ટ નેત્રમના સહારે દંડ (Penalties for Littering in Bhavnagar) આપવામાં આવે છે. અને જો ભરપાઈ ના કરવામાં આવે તો કોર્ટનું તેંડુ આવી રહ્યું છે. હા, કોઈ રસ્તામાં તમને નહિ પકડે પણ કેમેરામાં પકડશે એટલે ચેતી જજો કારણ કે કેટલા ઝપટે ચડયા એ પણ જાણો.

સાવધાન..! હવે જો રસ્તા પર થુક છો અથવા કચરો ફેકશો તો કોર્ટનું તેડું આવશે, કેટલા ઝપટે ચડયા જુઓ..!

author img

By

Published : Mar 12, 2022, 2:17 PM IST

Updated : Mar 12, 2022, 2:28 PM IST

ભાવનગર : ભાવનગર શહેરમાં તમે રસ્તા પર નીકળો છો ? નીકળો તો થુકો છો ? કચરો નથી ફેંકતાને જાહેરમાં ? જો આમાંથી કઈ પણ કાર્ય કરતા હોવ તો ચેતી જજો કારણ કે તમારા ઘરે હવે આ કાર્ય બદલ દંડની પહોચ આવશે અને નહિ ભરવા જાવ તો કોર્ટનું તેંડુ આવશે. કેમ કે સ્વચ્છતા શહેરમાં લાવવા મહાનગર પાલિકાએ રસ્તા પર થુકનાર કે કચરો ફેકનાર (Penalties for Littering in Bhavnagar) સામે કડક કામગીરી હાથ ધરી છે. કેટલાય દંડાઈ ચુક્યા છે.

ભાવનગર શહેરમાં રસ્તા પર ગંદકી કરશો તો ભરાવો પડશે દંડ

આ પણ વાંચો : PM મોદી આજે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું કરશે ઉદ્ધાટન

જાહેર રસ્તા પર થુકવાનું કે કચરો ફેંકવા બદલ હવે દંડ

ભાવનગર શહેરને કેન્દ્ર સરકારના સ્વચ્છતા મિશનમાં રેન્ક મેળવવા દિવસે દિવસે સ્વચ્છતા (Sanitation Mission in Bhavnagar) માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા પોલીસ ખાતાના નેત્રમ CCTV પ્રોજેક્ટનો લાભ લઈને વાહન ચાલકો અને ચાલીના જતા લોકોને ટ્રેસ કરીને તેના સરનામાં પર સીધી નોટિસ દંડની મોકલવામાં આવી રહી છે. આધાર પુરાવા સાથે દંડ આપવામાં આવે છે. દંડની આવેલી નોટીસની અવગણના પણ ભારે પડી શકે છે. કારણ કે, સમય મર્યાદામાં દંડ ભરપાઈ કરવામાં આવે નહિ તો નિયમ પ્રમાણે કોર્ટમાં મામલો પહોચે છે. તેમજ બાદમાં સીધું તેંડુ કોર્ટનું આવે છે.

કેટલા વર્ષથી દંડની થઈ રહી છે કાર્યવાહી અને કેટલાને દંડ અને કોર્ટનું તેંડુ

ભાવનગર મહાનગર પાલિકાએ રસ્તાઓ સાફ રાખવા (Swachata Abhiyan in Bhavnagar)અને કચરાનો જાહેરમાં ઘા કરનારને સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે પોલીસ ખાતાના 200 થી વધુ CCTV પ્રોજેકટ નેત્રમનો ઉપયોગ શરૂ કર્યો છે. મહાનગરપાલિકાની ટીમ નેત્રમ સેન્ટર પર બેસે છે. વીડિયોમાં લાઈવ દેખાતા વ્યક્તિની ઓળખ કરી સરનામે નોટીસ દંડ મોકલી રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં સફાઈકર્મીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા

"2539 લોકોને દંડ આપી ચુકી છે"

મહાનગરપાલિકાના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું કે, મહાનગરપાલિકા છેલ્લા એક વર્ષથી સફાઈને (Sanitation Campaign of Bhavnagar Manpa) પગલે જાહેરમાં કચરો નાખનારને દંડ આપી રહી છે. એક વર્ષમાં જાહેરમાં થુકનાર અને કચરો નાખનાર કુલ 2539 લોકોને દંડ આપી ચુકી છે. જેમાં 1071 લોકોએ દંડ ભરપાઈ કર્યો છે. દંડ નહિ ભરનાર 595 લોકો સામે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે. અને 184 લોકો સામે રોજકામ કરીને દંડ લેવાયો છે. તો 134 કેસ રદ કરવામાં આવ્યા છે. જેટલા લોકો પાસેથી દંડ લેવાયો તેની કિંમત 10,61,050 થવા જાય છે.

Last Updated : Mar 12, 2022, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.