ETV Bharat / state

Groundnut Oil Price : ભાવનગર યાર્ડમાં મગફળીની આવક શરુ, સિંગતેલના ભાવ ઘટવા અંગે શું કહે છે વેપારી - તેલના ભાવ

ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર જળવાઈ રહ્યું છે પણ કુદરતના મારમાં ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં મગફળીના ભાવ અને સિંગતેલના હાલના ભાવમાં ઘટાડો આવી શકે ખરો? યાર્ડમાં મગફળીની આવક, ભાવો અને તેલના ભાવ વિશે શું કહે છે તેલના વ્યાપારીઓ જોઇએ.

Groundnut Oil Price : ભાવનગર યાર્ડમાં મગફળીની આવક શરુ, સિંગતેલના ભાવ ઘટવા અંગે શું કહે છે વેપારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 7:25 PM IST

માર્કેટિંગ યાર્ડમાં હવે આવક શરૂ

ભાવનગર : મગફળીને આવક ઉપર સિંગતેલના ભાવનો મદાર રહેતો હોય છે, ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં મગફળીનું ઉત્પાદન થયા બાદ માર્કેટિંગ યાર્ડમાં આવક માપસર જોવા મળી રહી છે. જો કે ભાવમાં પણ તફાવત ગત વર્ષ કરતા કોઈ વધારે કે ઓછો પણ જોવા મળતો નથી. પરંતુ સવાલ એ છે કે તહેવારો જ્યારે માથે છે ત્યારે સિંગતેલના ભાવમાં શું મગફળીને આવકને પગલે કોઈ અસર જોવા મળશે ? જો કે આ પગલે તેલના વેપારીએ પણ પોતાના મતને રજૂ કર્યો હતો.

યાર્ડમાં મગફળીની આવક અને જિલ્લામાં વાવેતર : ભાવનગર જિલ્લાના મુખ્ય પાકોમાં કપાસ, ડુંગળી અને મગફળી છે, ત્યારે ખરીફ પાકમાં મગફળીનું વાવેતર શરૂઆતમાં 96,966 નોંધાયું હતું. જો કે ત્યારબાદ વાવેતર 1.10 લાખ સુધી પહોંચી ગયું હતું. ભાવનગર જિલ્લામાં મગફળીનું વાવેતર દર વર્ષે એક લાખની આસપાસ થાય છે. ખરીફ પાકનું વાવેતર થયા બાદ માર્કેટિંગ યાર્ડમાં હવે આવક શરૂ થઈ ગઈ છે.

જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 3,000 જેવી ગુણીની મગફળીની આવક થઈ રહી છે, જ્યારે ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. ગત વર્ષ કરતા થોડી ઓછી આવક જોવા મળી રહી છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં G20 પીલાણ માટે વપરાતી મગફળીના ભાવ 1100 થી 1200 રૂપિયા છે. જ્યારે 9 નંબર અને 5 નંબર દાણા તરીકે અને પીલાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ભાવ 1800 રૂપિયા આસપાસ ખેડૂતોને મળી રહ્યો છે... અરવિંદભાઈ ચૌહાણ (માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી )

સિંગતેલના ડબ્બાનો ભાવ ક્યાં સુધી ઉતરી શકે : ભાવનગર શહેરમાં આવેલું માર્કેટીંગ યાર્ડ અને જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ચાલુ છે. મહુવાના માર્કેટિંગ યાર્ડમાં રોજની 45000 ગુણીની આવક થઈ રહી છે, ત્યારે ભાવનગરમાં માત્ર 3000 ગુણીની આવક થઈ રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ 1100 થી 1900 ની વચ્ચે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જો કે મગફળીની આવકને પગલે સીંગતેલના ભાવમાં શુંં અસર થઈ શકે ? તે વિશે તેલના વેપારી કૌશિકભાઈ પંડ્યા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે...

હાલમાં 15 કિલો ટીનનો ભાવ 2950 છે. આગામી દિવસોમાં ઘટવાની પૂરી શક્યતાઓ છે. હાલ કોઈ એક્સપોર્ટ સિંગતેલ કરવામાં આવતું નથી. તેથી ભાવો ઘટી શકે છે.પરંતુ જો એક્સપોર્ટ થાય તો હાલના ભાવ જળવાઈ રહે તેમ છે. જો કે 2700 સુધી છેલ્લે ભાવ ઉતરી શકે તેનાથી નીચે જવાની શક્યતા નથી, તેની પાછળનું કારણ ગત વર્ષે દેશમાં 33 લાખ ટન મગફળીની ઉત્પાદન હતું. પરંતુ આ વર્ષે 22 થી 25 લાખ ટન ઉત્પાદન થયું છે. આથી ગત વર્ષ કરતાં સાત થી આઠ ટન ઓછું ઉત્પાદન હોવાથી ભાવ ઉતરવાની શક્યતાઓ રહેતી નથી....કૌશિકભાઈ પંડ્યા (તેલના વેપારી )

મગફળીના હાલના ભાવ અને ગત બે વર્ષના ભાવ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળી અલગ અલગ પ્રકારની આવે છે, ત્યારે યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે કાદરી મગફળી પીલાણમાં વપરાય છે, પરંતુ તેની ગુણવત્તા હલકી હોય છે. તેના ભાવ 800 થી લઈને 1100 વચ્ચે રહ્યા છે. 2021/22 માં 1,08,855 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી અને ભાવ 5800 રહ્યા હતા. જેની કુલ કિંમત 63,13,59,000 થવા જાય છે. જો કે 20 કિલોના ભાવ તે સમયે 1160 રહ્યા હતા. જ્યારે 2022/23 ની વાત કરવામાં આવે તો મગફળીની આવક 97,841 ક્વિન્ટલ અને ભાવ 8286 રહ્યા હતા, જેની કુલ કિંમત 81,07,10,526 થવા જાય છે. જ્યારે મણનો ભાવ ત્યારનો 1600 રૂપિયા થવા જાય છે. ત્યારે આ વર્ષે 1800 થી 1900 સુધી ભાવ પહોંચ્યા છે.

  1. Groundnut Oil: તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો, સીંગતેલ રૂપિયા 3 હજારને પાર
  2. Gujarat State Oil Asso.: મગફળીમાં સટ્ટાખોરી રોકવા ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશનને PMને લખ્યો પત્ર
  3. Food Oil:ખાદ્યતેલની આયાતમાં થયો વધારો, 13.11 લાખ ટન ને માંગમાં ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.