- પાલીતાણા બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ કર્યો હોબાળો
- બેંકમાં કનેક્ટિવિટી ન આવતા ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યો હોબાળો
- તહેવારોના ટાઇમમાં બેંક ના કનેક્ટિવિટી નહિ મળતા ભારે મુશ્કેલી
ભાવનગરઃ પાલીતાણાની બેંક ઓફ બરોડાની કનેક્ટિવિટી નહીં મળતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તહેવારોના સમયમાં બેંકના કનેક્ટિવિટી નહિ મળતા પૈસાની લેવડ દેવડ ભારે મુશ્કેલી સર્જાય રહી છે.
પાલીતાણાની બેંક ઓફ બરોડામાં મેનેજર પોતાની ઓફિસમાં હાજર ન રહેતા અને કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબો આપતા ગ્રાહકો પરેશાન થયા છે. તહેવારોના દિવસો નજીક હોવાથી પૈસાની લેવડ દેવડમાં ગ્રાહોકોને પડી રહી છે. ગ્રાહકોને વારંવાર બેંકમાં અવારનવાર ધક્કા ખાવાનો વારો આવ્યા છે. વહેલી તકે બેંકમાં કનેક્ટિવિટીનું કામ કરી ગ્રાહકોના પ્રશ્નો હલ કરવામાં આવે તેવી માગ ગ્રાહકો કરી રહ્યા છે.