ETV Bharat / state

ભાવનગરમાં માત્ર 41.04 ટકા વરસાદ, ચોમાસુ ખેતી પણ સિંચાઈ પર નિર્ભર - વરસાદ સમાચાર

ભાવનગર જિલ્લામાં આવેલા 12 ડેમોમાં પાણી 70 ટકા છે પણ ચોમાસાનો વરસાદ માત્ર 41.04 ટકા હવે વિચારવા લાયક તો છે કે, આમ કેમ હા તૌકતે વાવાઝોડાના નીર અને ઉપર વાસના વરસાદના ડેમમાં આવતા નિરથી ડેમોમાં 70 ટકા પાણી છે. જો કે સિઝનનો વરસાદ ખૂબ જ ઓછો છે.

ભાવનગરમાં માત્ર 41.04 ટકા વરસાદ, ચોમાસુ ખેતી પણ સિંચાઈ પર નિર્ભર

author img

By

Published : Aug 24, 2021, 2:34 PM IST

  • ડેમોમાં નવા નીર વાવાઝોડા સમયથી આવ્યા બાદ 70 ટકા
  • સિંચાઈ માટે રવિ પાક માટે પણ ડેમોમાં વ્યવસ્થા પાણીની ઉનાળામાં કટોકટીની શક્યતા
  • ખેડૂતોને ચોમાસામાં પણ પાક સિંચાઈથી લેવાનો સમય આવ્યો જિલ્લામાં આઠ તાલુકામાં

ભાવનગર: જિલ્લામાં આવેલા 12 ડેમોમાં પાણી 70 ટકા છે પણ ચોમાસાનો વરસાદ માત્ર 41.04 ટકા હવે વિચારવા લાયક તો છે કે, આમ કેમ હા તૌકતે વાવાઝોડાના નીર અને ઉપર વાસના વરસાદના ડેમમાં આવતા નિરથી ડેમોમાં 70 ટકા પાણી છે. જો કે સિઝનનો વરસાદ ખૂબ જ ઓછો છે, ત્યારે શેત્રુંજી ડેમ 80 ટકા ઉપર જતા નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે, ત્યારે હાલમાં ખેતી ચોમાસામાં પણ સિંચાઈ પર નિર્ભર બની ગઈ છે. આઠ તાલુકામાં વરસાદ 40 ટકાથી નીચે છે હવે મેઘરાજા વર્ષે તેવી અપેક્ષા સૌ કોઈની છે.

ભાવનગરમાં માત્ર 41.04 ટકા વરસાદ, ચોમાસુ ખેતી પણ સિંચાઈ પર નિર્ભર

જિલ્લાના 12 ડેમોમાં 70 ટકા પાણી

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની મહેર નથી પણ ડેમોમાં પાણી જરૂર છે. જિલ્લાના 12 ડેમોમાં 70 ટકા પાણી છે. ડેમોમાં પાણી સાથે સમસ્યા જિલ્લામાં મેઘરાજાની મહેરની છે. જિલ્લામાં માત્ર બે તાલુકામાં 65 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના 8 તાલુકામાં વરસાદની ટકાવારી 50 ટકાથી નીચે છે.

ભાવનગર જિલ્લામાં માત્ર બે તાલુકમાં 65 ટકા વરસાદ બાકી 50 ટકાથી નીચે

ભાવનગર શહેર અને જિલ્લામાં 10 તાલુકા પૈકી માત્ર આઠ તાલુકામાં વરસાદ 50 ટકાથી નીચે છે. આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ 30 ટકાથી નીચે છે. વરસાદ નોંધપાત્ર વધુ તાલુકામાં ઓછો નોંધાયો છે. ભાવનગર શહેરમાં ગરમી અને ઉકળાટ વચ્ચે છેલ્લા એક માસથી લોકો ત્રાહિમામ છે. શહેરમાં લોકો ગરમીથી ત્રસ્ત છે, ત્યારે જિલ્લાના બે તાલુકા મહુવા અને ગારીયાધાર છે. જેમાં ગારીયાધારમાં 68.95mm અને મહાયવામાં 64.21mm વરસાદ વધુ નોંધાયેલો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ત્રણ તાલુકામાં છે જેમાં સિહોર 22.04mm, તળાજા 26.12mm અને જેસર 25.62mm વરસાદ નોંધાયો છે. આમ જુઓ તો જિલ્લામાં વરસાદની અછત છે જો કે આજદિન સુધીનો જિલ્લાનો વરસાદ નીચે પ્રમાણે છે.

તાલુકો જરૂરિયાત વરસાદ કુલ વરસેલો વરસાદ ટકાવારી હાલની
ભાવનગર689mm 291 mm41.21
ઉમરાળા 546mm 222 mm 40.64
વલભીપુર 589mm 213 mm 36.13
પાલીતાણા 587mm287 mm 48.87
ઘોઘા 613mm218 mm 35.56
સિહોર 622mm137 mm22.04
તળાજા 567 mm148 mm 26.12
મહુવા 604 mm 388 mm64.21
જેસર 679 mm 174 mm 25.62
ગારીયાધાર463 mm 318 mm68.95

ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી તો બીજી વખત પણ છે પણ વરસાદ જિલ્લામાં ખૂબ ઓછો નોંધાયેલો છે. ભાવનગર જિલ્લાના તાલુકામાં આજના દિવસમાં વરસાદ જોઈએ તો ઓછો છે જિલ્લામાં 595 mm વરસાદ સામે 239 mm કુલ વરસાદ નોંધાયો છે જે ટકાવારી જિલ્લાની 41.04 ટકા એટલે જિલ્લામાં 50 ટકા વરસાદ સિઝનનો વરસ્યો નથી.

સીઝનના ચોમાસાના વરસાદની ટકાવારી ઓછી પણ ડેમો 70 ટકાથી વધુ ભરેલા

ભાવનગર જિલ્લામાં આવેલા ડેમોમાં વરસાદની ટકાવારી 70 ટકા સુધીની છે ત્યારે ડેમોમાં પાણી 70 ટકાથી સુધીનું છે આમ તો આશ્ચર્યજનક જરૂર લાગશે પણ વાત સાચી છે કારણ કે તૌકતે વાવાઝોડામાં આવેલા વરસાદમાં નવા નીર આવ્યા હતા. જેને પગલે ડેમોમાં આવક થઈ અને બાદમાં વરસાદની સીઝનમાં આવેલા પ્રથમ રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં માત્ર બે તાલુકામાં સારો વરસાદ નોંધાવાથી નવા નીર આવ્યા છે અને જિલ્લાનો સૌથી મોટા ડેમ શેત્રુંજીમાં નવા નિરની આવક પણ થઈ છે જે 80 ટકા સુધી ભરાઈ જવાથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરના નાની રાજસ્થળી,લાપાળિયા,લાખવડ, માયધાર અને મેઢાનો સમાવેશ થાય છે જ્યારે તળાજાના ભેગાળી,દાત્રડ,પિંગળી,ટીમાણાં, શેવાળીયા, રોયલ,માખાણીયા,તળાજા, ગોરખી, લીલીવાવ,તરસરા અને સરતાનપરનો સમાવેશ થાય છે જેને આગામી દિવસોમાં શત્રુંજી કાંઠેથી દૂર રહેવા અને નીચલા બેઠા પુલમાં પાણીના પ્રવાહમાં ના જવા તંત્રએ તાકીદ કરી છે જો કે જિલ્લાના ડેમોની સપાટી નીચે પ્રમાણે મીટરની છે.્‌

ડેમ ઓવરફ્લો મીટરમાંહાલની સપાટી
શેત્રુંજી 55.53 57.68
રજાવળ 51.75 58.49
ખારો 54.12 53.05
માલણ 104.25 102.53
રંઘોળા 62.05 60.92
લાખણકા 44.2240.03
હમીરપરા 87.08 81.08
હણોલ 90.01 88.09
બગડ 60.41 58.66
રોજકી 99.01 97.04
જસપરા 40.2530.95
પિંગળી 51.03 50.25

ભાવનગરમાં રવિ પાક માટે સિંચાઇની વ્યવસ્થા અને ઉનાળામાં શુ થશે

ભાવનગર જિલ્લામાં બે તાલુકામાં સારા વરસાદને પગલે ખેતીને નુકશાન નથી પરંતુ બાકીના આઠ તાલુકા વાવાઝોડામાં આવેલા વરસાદથી ઉભા થયેલા સ્ત્રોત દ્વારા ચોમાસાની ખેતી કરવા મજબૂર છે કારણ કે જિલ્લામાં વરસાદ 50 ટકાથી નીચે નોંધાયો છે હાલમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરતા તળાજા અને મહુવાના ગામડાઓ દ્વારા માંગ સિંચાઈ પાણી માટે કરી હતી પરંતુ બાફમાં વરસાદ વરસતા ખેડૂતોએ માંગ પછી ખેંચી લીધી અને અધિકારી સાથેની બેઠક પણ રદ થઈ ગઈ હતી. સિંચાઈ અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે હાલના ડેમોમાં પાણી 70 ટકા સુધી છે અને રવિ પાકમાં પણ સિંચાઈ માટે પાણી આપી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.