ભાવનગર: ભારતનું ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે છે. ત્યારે લોકડાઉન અને કોરોનાના કહેરને કારણે ડુંગળી ખેડૂતોના ખેતરમાં હતી. ત્યારે રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ડુંગળીની હરરાજીની મંજૂરી આપતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વિજય મુહૂર્તમાં હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરરાજી વિજય મુહરૂટમાં ખેડૂતને ધ્યાનમાં લઈને શનિવારથી શરૂ કરવામાં આવી છે. સરકારના નિર્દેશ બાદ યાર્ડના તંત્ર દ્વારા અઠવાડિયામાં બે દિવસ યાર્ડમાં ડુંગળીની હરરાજી શરૂ કરી છે. ડુંગળી, અનાજ, કપાસ વગેરેની અઠવાડિયામાં બે દિવસ હરરાજી કરવામાં આવશે. યાર્ડમાં હરરાજી માટે પ્લાન બનાવવામાં આવ્યો છે. 100 ખેડૂતને એક દિવસ માટે બોલાવવામાં આવશે.
દરેક ખેડૂતે સીધુ યાર્ડમાં નથી આવવાનું પણ હરરાજી માટે યાર્ડ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. અઠવાડિયા દરમિયાન યાર્ડના લેન્ડલાઈન નંબર પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. જે બાદમાં યાર્ડ ખેડૂતને તારીખ અને સમય આપશે. પોતાનો માલ લઈને આવવાનું રહેશે. 4 દિવસથી રજીસ્ટ્રેશન શરૂ હોઈ તે દરમિયાન રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતોને શનિવારે બોલાવવામાં આવ્યા હતા. 100 ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવ્યા હતા. પોલીસ કાફલા વચ્ચે યાર્ડમાં ડુંગળીની હરરાજી કરવામાં આવી હતી.