- દયાળ ગામમાં જૂની અદાવતમાં થઇ હત્યા
- એક વર્ષ પહેલાં થયેલા ઝગડાને કારણે થઇ હત્યા
- એક વર્ષ પહેલાં આરોપી અને મરણજનાર ને ઝગડો થયો હતો
ભાવનગર : રવિવારની સાંજે મૃતક પ્રતાપભાઈ ધનાભાઈ શિયાળની બજારમાં સાંજે 5:30 કલાકે પ્રવીણભાઈ ખસિયાની દુકાન પાસે ઉભા હતા, ત્યારે તેમના જ ગામના ધીરુ ચૌહાણ, ધીરુ કલા ચૌહાણ અને પુનીબેન ધીરુ ચૌહાણ નામના આરોપીઓએ એક સંપ કરીને બે આરોપીઓએ મૃતકને બાથમાં પકડી એક આરોપીએ છરીના ઘા મારીને પ્રતાપભાઈની હત્યા કરી હતી. જે અંગેની ફરિયાદ દાઠા પોલીસ મથરકમાં નોંધાવતા આગળની તપાસ PSI મહેશ્વરી ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો - ભાવનગરમાં બે જૂથની અથડામણમાં એક શખ્સની હત્યા
ગામમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ હત્યા થવા પાછળનું કારણ એ છે કે, એક વર્ષ પહેલાં આરોપી અને મૃકત વ્યક્તિને ઝગડો થયો હતો. જેમાં મૃતક પ્રતાપભાઈએ આરોપી વિક્રમ ઉર્ફે મેકડોલને માર માર્યો હતો. જે વાતની દાઝ રાખીને આ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. હોળી ધુળેટીના તહેવાર હોવાથી આવા નાના ગામમાં ખુનનો બનાવ બનતા હાહાકાર મચ્યો હતો. જે કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ઘોઘાના સાણોદર ગામે વિજય સરઘસ દરમિયાન પ્રૌઢની હત્યા