ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે (Diwali Festival) જ પતિએ પત્નીની હત્યા કર્યાની (husband kills wife in Bhavnagar) ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં ઈન્દિરાનગરમાં રહેતા હિંમત દાનજીભાઈ જોગડીયાએ દિવાળીની રાત્રે તેની પત્ની દિપ્તિબેનની હત્યા કરી હતી. દિપ્તીબેનના પિતા પ્રાગજીભાઈ કુટુંબીજનો સાથે પૂત્રીને ઘરેણા આપવા સાસરિયએ આવ્યા હતા. આ વાત જમાઈને ગમી નહતી. એટલે તેણે પત્નીના સંબંધીઓ પર હુમલો કરી પિતાની નજર સામે જ પૂત્રીની હત્યા કરી નાખી હતી.
ઘટના કેવી રીતે ઘટી તેના પહેલા શું થયું શહેરમાં કુંભારવાડાના મફતનગરમાં રહેતા પ્રાગજી ગિલોતરે પોતાની મોટી દીકરી દિપ્તીબેનના લગ્ન 19 ઓક્ટોબર 2014ના રોજ ઈન્દિરાનગરમાં રહેતા હિંમત દાનજીભાઈ જોગદીયા સાથે કર્યા હતા. લગ્ન બાદ દીપ્તિબેનની તબિયત સારી ન રહેતા દીપ્તિબેન પિતાના ઘરે આશરે 7 વર્ષ રહી હતી. તે દરમિયાન જમાઈને કહેવા છતાં પણ નહીં તેડી જતા તે પોતાના પિતાના ઘરે જ દીપ્તિબેન રહેતી હતી. આ વર્ષે દિવાળી (Diwali Festival) હોવાથી 6થી 7 મહિના પહેલા જમાઈ તેડવા આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે દિવાળી નિમિત્તે (Diwali Festival) દીપ્તિબેનના પિતા પ્રાગજીભાઈ સંબંધીઓ સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ આરોપીએ છરી કાઢી સસરા સામે જ પત્નીની હત્યા (husband kills wife in Bhavnagar) કરી નાખી હતી.
આરોપીએ મૃતકના પરિવારને પણ પહોંચાડી ઈજા આરોપીએ તેના સસરા પ્રાગજીભાઈને હાથમાં છરી મારી હતી. ત્યારબાદ મામીના હાથમાં છરી મારી હતી ને અંતમાં પત્નીની હત્યા (husband kills wife in Bhavnagar) કરી હતી. ત્યારે વરતેજ પોલીસ ઘટનાસ્થળે (Vartej Police Station) પહોંચી હતી. મૃતક દીપ્તિબેનના પિતા પ્રાગજીભાઈએ જમાઈ હિંમત જોગદીયા, વેવાણ લાખુબેન અને જમાઈના ભાઈ કાનો ઉર્ફે ગિરીશ અને ગિરીશની પત્ની વનિતા ગિરીશ જોગદીયા સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં (Vartej Police Station) ફરિયાદ નોંધાવી છે.
પોલીસે શરૂ કરી તપાસ આ અંગે ભાવનગરના DySP આર. આર. સિંઘલે જણાવ્યું હતું કે, કુંભારવાડામાં આરોપી પત્નીની હત્યા કરી (husband kills wife in Bhavnagar) ફરાર થઈ ગયો હતો. પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં આ બનાવ બન્યો હતો. ત્યારે આરોપીના સસરાને સર ટી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તો હવે આગળની તપાસ (Bhavnagar Police investigation) રહી છે. અત્યારે તો 4 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે.