ભાવનગર: કોરોનાકાળમાં બીજી કે પહેલી લહેરમાં આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન ભારતવાસીઓને થતા (Ayurveda is an Indian medical system )ઓસડીયાઓની બજાર ઊંચી જતી રહી હતી. કોરોનાની બીજી લહેર બાદ આ ઘટાડો આવ્યો છે પરંતુ જે રીતે ઓમિક્રોન વકરી (Fear of Omicron in Bhavnagar)રહ્યો છે તેને પગલે ભાવનગરની ઊંડી વખરમાં કોરોનાના ઓસડીયાઓની(Bhavnagar Ayurveda Bazaar ) માંગ વધી રહી છે. ચાલો જાણીએ શુ માંગ અને શું ભાવમાં વધારો ?
બીજી લહેરમાં ઓસડીયાની માંગ અને હાલમાં સ્થિતિ શું
ભાવનગર શહેરમાં કોરોનાની પહેલી લહેરમાં આયુર્વેદ શાસ્ત્રમાં (Ayurvedic decoction to avoid corona)બતાવેલા ઉપચાર વિશે લોકો માહિતગાર થતાની સાથે બીજી લહેર સુધીમાં ગળો, હરડે, ત્રિફળા, લવિંગ, તજ, આંબળા જેવી ચિઝોની માંગ વધી ગઈ હતી. કોરોના પહેલા 30થી 35 ટકા વ્યાપાર કરતા વ્યાપારીઓને 60 થી 70 ટકા એટલે ડબલ માંગ થઈ ગઈ હતી. બીજી લહેર શાંત થયા બાદ ઓસડીયાની માંગ ઘટી ગઈ હતી ત્યારે ઓમિક્રોનનો ડર ફરી ઉભો થતાની સાથે ભાવનગરમાં માંગ વધી છે. ઓસાડીયાના વ્યાપારી રોહિતભાઈએ જણાવ્યું હતું કે ઓમીક્રોનના કારણે 15 ટકા ગ્રહકો વધ્યા છે એટલે કે હાલમાં 50 ટકા બજાર જોવા મળી રહી છે. દિવસે દિવસે વધતા કેસોને પગલે લોકો ફરી ઓસડીયાઓ ખરીદવાનું શરૂ કરી રહ્યા છે અને જો કેસો વધશે તો ગત વર્ષ જેમ ફરી બજાર ઊંચી જશે.
ઓસાડીયાના ભાવમાં શુ ભાવ વધારો
શહેરમાં કોરોનાકાળમાં ઓસડીયાઓ વધેલી માંગ બાદ ઓસડીયાઓની ઘટ ઉભી થઈ નથી. ઓસડીયાઓની ઘટ આ વર્ષે હોવાનો એહસાસ થઈ રહ્યો છે. વ્યાપારી રોહિતભાઈએ જણાવ્યું હતું કે કિલોના ભાવ જોઈએ તો ત્રિફળા - 300, આંબળા - 250, હરડે - 500, ફુદીનો - 300, તુલસી - 300, તજ - 500 અને લવિંગ 800ના કિલો છે. જો કે આવા ઓસાડીયાના ભાવમાં 15 ટકાથી 20 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. ઓસડીયાઓ દળેલા અને આખા પણ મળી રહે છે જેના ભાવ અલગ અલગ હોય છે. આ સિવાય ધૂપ કરવા કપૂર અને ગૂગળની પણ માંગ છે. કપૂર અને ગુગળ 50 રૂપિયાના 100 ગ્રામ વહેચાય રહ્યા છે.
આ પણ વાંચોઃ Fire In Mota Borsara GIDC: મલાઈ દોરી બનાવતી કંપનીમાં લાગી આગ, લાખો રૂપિયાનું થયું નુકસાન
આવક કેવી કમોસમી વરસાદ જેવા માહોલમાં
ભારતમાં આવતા કામોસમી વરસાદના પગલે ભાવ પર થોડી અસર થઈ છે પરંતુ કોઈ વધુ ઉછાળો ભાવમાં આવ્યો નથી. જો કે કમોસમી વરસાદથી તેના ઉત્પાદનમાં પણ કોઈ ખાસ ઓસડીયાઓમાં ઘટ જોવા મળી નથી. પરંતુ અસર થોડા અંશે થઈ હોય ઉત્પાદનમાં પણ એવી ઉણપ બજારમાં નથી.
આ પણ વાંચોઃ Explosion in Southern China Cafeteria: દક્ષિણી ચીનના કેફેટેરિયામાં થયેલા વિસ્ફોટમાં 16 લોકોના મોત