ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી ઓમ માથુર, પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાનિયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહિતના નેતાઓ ભાવનગર પધાર્યા હતા, અને ભાવનગર શહેર ભાજપના કાર્યાલય ખાતે લોકસભા સીટની સંચાલન સમિતિ સાથે બેઠક કરી હતી.
આ બેઠકમાં સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનત મોદી, બોટાદ પ્રમુખ સુરેશ ગોધાણી, લોકસભા ઇન્ચાર્જ હર્ષદભાઈ દવે, સહ ઇન્ચાર્જ હરુભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, અને લોકસભા સીટ ગત કરતા વધારે મોટી લીડ સાથે જીતવા મનોમંથન કર્યું હતું.
આ તકે ભાજપના પ્રદેશ પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક જંગી બહુમતિથી જીતવાનો દાવો કર્યો હતો.