તળાજાઃ ગયા વર્ષ પણ આજ સમયે આવા ભયાનક રોગનો સામનો કરવો પડ્યો હતો અને તે સમયે 1000 જેટલા માલ ઢોરના મોત નિપજ્યા હતા. ત્યારે આ વર્ષ પણ આવો મરકી જેવો રોગ પ્રસરતા માલધારી સમાજમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે.
માલધારી સમાજના આગેવાન ભકાભાઈ બુધેલિયાએ જણાવ્યું કે, ગયા વર્ષેની જેમ આ વખતે પણ ઘેટા-બકરામાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને બેથી ત્રણ દિવસમાં 50થી વધુ ઘેટા મોતને ભેટયા છે અને અમે વારંવાર તળાજાના બારેયા સાહેબ અને ત્રાપજમાં ભુત સાહેબને અમે રજૂઆત કરવા છતા કોઈ સારવાર કરાવી નથી. કે કોઈ ધ્યાન આપ્યુ નથી અને અમને આશ્વસાન આપીને રવાના કરી આપે છે.
અમે સરકારમાં પણ રજૂઆત કરી પણ કોઈ અમારુ સાંભળતુ નથી અમને સાંભળીને રવાના કરી આપે છે. તેથી હવે જો સરકાર કે આગેવાનો આ બાબતથી સહકાર નહિ આપે તો આગામી દિવસોમાં અમે ઉપવાસ ઉપર બેસિસું અને તેથી પણ ઉકેલ નહિ આવે તો ભાવનગર કલેક્ટર સામે આત્મવિલોપન કરીશ તેમ ભકાભાઈ બુધેલિયાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું છે.