ભાવનગરઃ ભારત 650 વર્ષ સુધી અલગ અલગ ગુલામીમાં રહ્યું અને છેલ્લે બ્રિટિશરોએ પોતાના અનુકૂળ શિક્ષણ નીતિ બનાવી જે ગુલામીવાળી હતી. નવી આવેલી શિક્ષણ નીતિથી આપણી માનસિકતા બદલાશે. આપણે 75 વર્ષમાં શું સંશોધન કર્યા તો જવાબ કાંઈ નહીં. ત્યારે નવી શિક્ષણ નીતિથી આગામી ભવિષ્ય રેમ મેમરી વાળી પેઢીનું હશે કેમ જાણો.
નવી શિક્ષણ નીતિથી આગામી ભવિષ્ય---કેન્દ્ર સરકારે હાલમાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે ત્યારે ભાવનગર સહિત ભારતને બાળક વિકાસની પદ્ધતિ આપનાર માનભાઈ ભટ્ટ શિશુવિહારના સ્થાપક તેમના પુત્ર નાનક સાથે નવી શિક્ષણ નીતિ બાબતે ખાસ વાતચીત કરી હતી. આઝાદીના 75 વર્ષ ભારતવાસીઓ મેળવેલી શિક્ષણ નીતિને સર્કસ શિક્ષણ પદ્ધતિમાં અભ્યાસ કર્યો છે. ચોંકાવનારા તથ્યો નાનકભાઈએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું છે.
1.નવી શિક્ષણ નીતિમાં શું છે જે જૂની શિક્ષણ નીતિમાં નહોતું ?---બ્રિટિશરોને તેમને અનુકૂળ હતી તેવી શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી. જેના ચાર આયામ હતા જેમાં સિલેબસ,પરીક્ષા,પગારદાર શિક્ષકો અને પરીક્ષા પદ્ધતિ ઉભી કરવામાં આવી હતી. કારણ કે બ્રિટીશરોને આજ્ઞાંકિત લોકોની જરૂર હતી. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કહ્યું હતું કે આ શિક્ષણ નીતિ નહિ ચાલે બદલવી પડશે પણ બદલાઈ નહિ. નવી શિક્ષણ નીતિમાં ફાયદો એ થશે કે તેમાં સ્કિલ ટ્રેનિંગ છે, માતૃભાષાને મહત્વ આપવામાં આવ્યું છે તો પુસ્તક વગરના શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat University Gold Medalist: ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય પરિવારની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
2.જૂની શિક્ષણ નીતિમાં શું ખોટ ગઈ છે જેને આપણે આજે પણ અનુભવીએ છીએ ?---આપણું ગુલામી ભર્યું માનસ રહ્યું છે. આપણી 650 વર્ષ આપનો દેશ જુદી જુદી રીતે ગુલામ રહ્યો જેને ગુલામી માનસમાંથી બહાર કાઢવાનો હતો. આઝાદીના 75 વર્ષમાં આપણે દેશને ગુલામી માનસમાંથી બહાર કાઢ્યા નહિ જેથી આપણે સર્જનશીલ બન્યા નહિ. આપણા 75 વર્ષમાં સંશોધન શું તો કાંઈ નહિ. આપણો આધાર મૂલ્ય હતું જે હકીકતમાં વિકાસ હોવો જોઈતો હતો. વિશ્વમાં ત્રણ પ્રકારના સર્કલ છે. સર્કસ સર્કલ,ઝુ સર્કલ અને જંગલ સર્કલ આપણે સર્કસ સર્કલમાં વર્ષો વિતાવ્યા છે.
3.બાલમંદિરને પાયાનું શિક્ષણ કઈ રીતે કહી શકાય અને કેવો ફાયદો ?---મેકોલેની શિક્ષણ પદ્ધતિની સિસ્ટમ ઉચ્ચતર મહાવિદ્યાલય સુધી હતી જે પાયા વગરની હતી. પહેલા આપણે કોઈને કફ હોઈ તો તેને કફ બહાર આવતા અનુમાન લગાવતા કે તેને ટીબીની અસર હોઈ શકે પણ એક્સરે આવતા ખબર પડવા લાગી. જર્મનીમાં હાલમાં બ્રેઇન સ્કેનિંગ કરવામાં આવ્યું છે એટલે હવે શિક્ષણ મસ્તિષ્કનું શિક્ષણ આવશે. શરીરના હાથ પગ કાન બધા ક્યારે કામ કરે છે જ્યારે મસ્તિષ્કનો આદેશ થાય છે. બસ એટલે બાલમંદિરમાં બાળકોને જે શીખવશો તે જીવન ભર રહેશે.રેમ મેમરી કહેવામાં આવે છે તે જો બાળકની મજબૂત હશે તો આપણે ભવિષ્યમાં આપણે સર્જનશીલ હશું. એટલે રેમ મેમરી આધારિત શિક્ષણ નવી આવેલી શિક્ષણ નીતિથી બાળકોમાં યુવાનોમાં હિંમત,આત્મવિશ્વાસ અને જુસ્સો આવશે. ગુજરાત સરકાર વર્ષે શિક્ષણ પાછળ 16 હજાર કરોડ ખર્ચવા છતાં કોઈ પરિણામ આવતા નોહતા પણ હવે નવી શિક્ષણ નીતિથી ભવિષ્યની પેઢી સુધરશે.
આ પણ વાંચોઃ Bhavnagar Shishuvihar Anganwadi: પાયાનું શિક્ષણ આપતી શિશુવિહારના શિક્ષણને સરકારે ફરજીયાત બનાવ્યું