- બોરડા કેન્દ્રવર્તી શાળામાંથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું
- ભાવનગર જિલ્લામાં અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું
- ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશેઃ ભારતીબેન શિયાળ
ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયેલા જેમાં મતાધિકારનો ઉપયોગ કરવા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમના પરિવાર સાથે તેમના વતન મથાવડા આવી પહોંચ્યા હતા અને તેઓએ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ દરેક લોકોની ફરજ છે એટલે અવશ્ય મતદાન કરો અને આ તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો વિજય બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે પ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના વતન બોરડા ખાતે જઇને પરિવાર સાથે મતદાન કર્યું હતું અને માયાભાઈ દ્વારા પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
![બોરડા કેન્દ્રવર્તી શાળામાથી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે મતદાન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01chutniavnileshmahuvagjc1013_28022021204103_2802f_1614525063_882.jpg)