'મેં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગતસ્વૈચ્છિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી નાગરિકોને સીધું સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાનના 'મેભી ચોકીદાર' અભિયાન અંતર્ગતવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દની વ્યાખ્યા બદલતાંજણાવ્યું હતું કે,દેશના સવા સો કરોડ નાગરિક સ્વયંભૂ ચોકીદાર બની નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ આવી ભ્રષ્ટચાર, આતંકવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જેવા અનેક સામાજિક અને રાષ્ટ્રીય દુષણો સામે લડનારો પ્રત્યેક ભારત માતાનો સપૂત દેશનો ચોકીદાર છે.
જો કે સમગ્ર રાષ્ટ્રમાં 500થી વધુ સ્થાનો પર આ કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર મહાનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીશિયાળ, શહેર અધ્યક્ષ સનાતમોદી, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બાંભણીયા, મેયર મનભા મોરી સહિત ભાવનગર શહેરમાંથી 'મેં ભી ચોકીદાર' ના નારા સાથે જોડાયા હતા.