ભાવનગર: મહાનગરપાલિકાએ શાણપણથી ઘરવેરોમાં વધારો કર્યો નહિ પણ પહેલા પાણી વેરો વધાર્યો છે. નવો એક ટેક્સ પણ જીકી દીધો છે. વિપક્ષે વોકઆઉટ કરીને રોષ ઠાલવ્યો છે. ત્યારે શાસકો ઉપકાર કરતા હોય તેવો જવાબ આપ્યો છે. જો કે વધારો થવાથી બંને બાજુ તો નુકશાન પ્રજાનું થયું છે.
રાહતના બદલે ટેક્સ: ભાવનગર મહાનગરપાલિકાએ કોરોનાકાળમાં આર્થિક રીતે ફટકો ખાધેલી પ્રજાને રાહતના બદલે ટેક્સ વધારાનો ડામ આપતા વિપક્ષ વિફર્યું હતું. સ્ટેન્ડિંગ બાદ સામાન્ય સભામાં ઠરાવ કરી વેરો વધારી દેવામાં આવ્યો છે. વિપક્ષે વોકઆઉટ કર્યા બાદ આગામી દિવસોમાં વેરા બાબતે મતનો પોટલો મેળવનાર ભાજપ સામે લડત આપવા ચક્રવ્યૂહ રચવાની શરૂઆત કરી દીધી છે.
ખોબલે ખોબલે મત: ગુજરાતની હાલની ધારાસભામાં પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા છે. ત્યારે ભાવનગરમાં ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ઘરવેરામાં નહિ પણ પાણી વેરામાં વધારો જીકી દેવામાં આવ્યો છે. સામાન્ય સભામાં વિપક્ષે ઠરાવ પાણી વેરાનો મંજુર થતા અને ડ્રેનેજ સેનિટેશન નવો ચાર્જ અમલમાં લાવતા વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના પૂર્વ વિરોધપક્ષના નેતા જયદીપસિંહે ગોહિલે જણાવ્યું હતું કે ભાગતા ભાવનગરને શાસકો વધુ ભાગી રહ્યા છે. જેમ જેમ સીટો વધતી જાય તેમ અહંકાર વધી રહ્યો છે અને પ્રજા પર ટેક્સનું ભારણ વધતું જાય છે.
કયો કયો ટેક્સ: ભાવનગર મહાનગરપાલિકામાં લેવામાં આવતા ટેક્સમાં કુલ કરદાતાઓ રહેણાંક અને કોમર્શિયલ જોવામાં આવે તો 2.80 લાખ કરદાતાઓ છે. જેમાં રહેણાંકમાં 1.55 લાખ કરદાતાઓ છે. પાણી વેરાના વાર્ષિક 1260 માંથી 1500 રૂપિયા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ સેનિટેશન ચાર્જ 200 રૂપિયા વાર્ષિક નવો ઉમેરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા મિલ્કતવેરો,સફાઈવેરો,શિક્ષણ ઉપકર,સ્ટ્રીટલાઈટ વેરો,પાણી ચાર્જ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જ લઈ રહી છે. હવે તેમાં ડ્રેનેજ સેનિટેશન ચાર્જનો ઉમેરો થયો છે.જેથી 12.50 કરોડનો નવો બોજો પ્રજા માથે આવ્યો છે.
પાણી વેરો મહાનગરપાલિકા 3000 ચૂકવે છે. તેના બદલામાં 1260 વસુલે છે જો કે કમિશનરના અધ્યક્ષ સ્થાનેથઈ 2100 લેવાની દરખાસ્ત હતી. અમે માત્ર 1500 કર્યા છે. ડ્રેનેજ સેનિટેશન ચાર્જ અન્ય સ્થળોએ લેવાય છે માટે અમે વધાર્યો છે. વિપક્ષના વિરોધપક્ષના નેતા જયદીપસિંહે જણાવ્યું હતું કે અમે અમારા મેનિફેસટોમાં જણાવ્યું હતું કે જેહલી સેવા આપશુ તેટલો ચાર્જ લેશું છતાં લોકોએ ભાજપને મત આપ્યા છે. આમ ચાર્જ જેગલી સેવા હોય એટલો લેવો જોઈએ. અમે અગાવ પણ વેરો વધારવા મુદ્દે કાર્યક્રમો આપ્યા છે અને હાલમાં પણ જે અસહ્ય વધારો જિકયો છે તેને લઈને અમે વિપક્ષ તરીકે ભૂમિકા ભજવીને વિરોધ કરતા રહેશું--મેયર કીર્તિબેન દાણીધરીયા
પ્રજાલક્ષી લાભ: ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના પ્રહાર વચ્ચે 13 જેટલા મુદ્દાઓને શાસકોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. સામાન્ય સભામાં આર્થિક સહાય તેમજ જર્જરીત શાળાઓનું મરામત, ચાર જેટલા લીજ પટ્ટાઓ, ઘરવેરો યથાવત રાખવો તેમજ રિબેટ યોજના 10% અને 5% એપ્રિલ અને મે માસમાં આપવી. આ સાથે નવો ડ્રેનેજ સેનિટેશન ચાર્જ 200 રૂપિયા ઘર દિઠ જીકાયો હતો.આ સાથે પાણી વેરો પણ 1260ના 1500 કરવામાં આવ્યા હતા. આમ 13 મુદાની સામાન્ય સભામાં કોંગ્રેસે પાંજ વેરો અને ડ્રેનેજ સેનિટેશન ચાર્જ પગલે વોકઆઉટ કર્યું હતું.