ETV Bharat / state

રો-રો ફેરી સર્વિસને સુરતથી મુંબઈ લંબાવવા સાંસદ ભારતીબેન શિયાળની માંગ - Demand

ભાવનગરઃ લોકસભા વિસ્તારના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા પાર્લામેન્ટ હાઉસમાં સૌરાષ્ટ્રનાં વિકાસ અને વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓને દુર કરવા ઘોઘાથી સુરત અને મુંબઇ માટે રો-રો ફેરી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

bhavnagar
author img

By

Published : Jul 25, 2019, 8:39 PM IST

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ઘોઘા રો-રો ફેરી સર્વિસ ઘોઘા ખાતે ચાલુ કરવામાં આવેલા ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિર્સ દ્વારા સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને વેગ આપવા માટે દરિયાઈ માર્ગે પરિવહનની શરૂઆત કરવામાં આવી છે. હાલ ઘોઘાથી સુરત ખાતે દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ વધુ સરળતા તેમજ ઝડપી વ્યવહાર માટે ભાવનગર જિલ્લાનાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા 17મી લોકસભાનાં પ્રથમસત્રમાં આ સેવાને સુરતથી વધારી મુંબઈ સુધી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

રો રો ફેરી સર્વિસને સુરત મુંબઈ લંબાવવા સાંસદ ભારતીબેન શિયાળની માંગ

ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી ઉદ્યોગપતિઓ, વેપારિઓ તેમજ અસંખ્ય લોકો પોતાના ધંધા રોજગાર અને આજીવિકા માટે દરરોજ મોટી સંખ્યામાં સુરત અને મુંબઇ તરફના માર્ગે પ્રાઇવેટ વાહનો, બસ અને ટ્રેનામાં મુસાફરી કરે છે. જેના કારણે ખૂબ સમય બગડે છે. ડો.શિયાળએ કહ્યું હતું કે, આમ જોવા જાવ તો દરિયો વચ્ચે હોવાના લીધે જ ભાવનગરથી સુરતનો રસ્તો ખૂબ લાંબો બને છે. આ પરિસ્થિતિમાં ઘોઘાથી સુરત અને મુંબઇ માટે જળમાર્ગ રો-રો-ફેરી શરૂ કરવી ખૂબ સારી નીવડે તેમછે. જેથી સમય બચે, અકસ્માતો પણ ઘટે, આ ઉપરાંત દરિયાઈ પરિવહનનાં કારણે સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેમ છે. આ સાથે દેશનાં વિકાસમાં પણ વધારો થઇ શકે તેમ છે. જેને લઈને રજૂઆત કરવામાં આવી છે.

Intro:ભાવનગર લોકસભા વિસ્તારના સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા પાર્લામેન્ટ હાઉસમાં સૌરાષ્ટ્રનાં વિકાસ અને વાહન વ્યવહારમાં આવતી મુશ્કેલીઓને દુર કરવા ઘોઘા થી સુરત અને મુંબઇ માટે રો-રો-ફેરી શરૂ કરવા માટે માંગ કરવામાં આવી .
Body:ભાવનગર જીલ્લા નાં ઘોઘા ખાતે ગુજરાત નાં તત્કાલીન મુખ્ય મંત્રી અને દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે ઘોઘા રો-રો ફેરી સર્વિસ.ઘોઘા ખાતે ચાલુ કરવામાં આવેલ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિર્સ દ્વારા સૌરાષ્ટ્ર નાં વેપાર ઉદ્યોગ ને વેગ આપવા માટે દરિયાઈ માર્ગે પરિવહન ની શરૂઆત કરવામાં આવેલ છે. હાલ ઘોઘા થી સુરત ખાતે દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટશન કરવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વધુ સરળતા તેમજ ઝડપી વ્યવહાર માટે ભાવનગર જીલ્લા નાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા 17મી લોકસભાનાં પ્રથમસત્રમાં આ સેવા ને સુરત થી વધારી મુબઈ સુધી કરવાની રજૂઆત કરવામાં આવી. ભાવનગર અને બોટાદ જીલ્લામાંથી ઉદ્યોગપતિઓ, વેપારિઓ તેમજ અસંખ્ય લોકો પોતાના ધંધા રોજગાર અને આજીવિકા માટે દરરોજ મોટી સંખ્યામાં સુરત અને મુંબઇ તરફના માર્ગે પ્રાઇવેટ વાહનો, બસ અને ટ્રેનામાં મુસાફરી કરે છે જેના કારણે ખૂબ સમય બગડે છે. ડો.શિયાળએ કહ્યું હતું કે આમ જોવા જાવ તો દરિયો વચ્ચે હોવાના લીધે જ ભાવનગરથી સુરતનો રસ્તો ખૂબ લાંબો બને છે. આ પરિસ્થિતિમાં ઘોઘા થી સુરત અને મુંબઇ માટે જળમાર્ગ રો-રો-ફેરી શરૂ કરવી ખૂબ સારી નીવડે એમ છે. જેથી સમય બચે, અકસ્માતો પણ ઘટે, આ ઉપરાંત દરિયાઈ પરિવહન નાં કારણે સમય ,અને ઇંધણ ની પણ બચત થઇ શકે જેને કારણે દેશ નાં વિકાસ માં પણ વધારો થઇ શકે તેમ હોય જેને લઈને રજૂઆત કરવામાં આવેલ છે. Conclusion:બાઇટ : ભારતિબેન સિયાળ ( સાંસદ, ભાવનગર )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.