ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાના દર્દીઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા પ્રધાન પરસોત્તમ સોલંકીની રજૂઆત

author img

By

Published : Apr 29, 2021, 3:08 PM IST

ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અહીં શહેર અને ગ્રામ્ય કક્ષાએ પણ હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ રહી છે. આવા સમયે દર્દીઓને આરોગ્ય કેન્દ્ર પર ઝડપી સારવાર મળે તે માટે રાજ્યપ્રધાન અને ઘોઘા તાલુકાના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ જિલ્લા અધિકારીને રજૂઆત કરી છે. તેમણે ગ્રામ્ય કક્ષાએ ઓક્સિજન, રેપિડ ટેસ્ટ, કિટ, રેમડેસિવિર ઈન્જેક્શન અને વેન્ટિલેટર જેવા સંસાધનો અને દવાઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે.

ભાવનગરમાં કોરોનાના દર્દીઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા પ્રધાન પરસોત્તમ સોલંકીની રજૂઆત
ભાવનગરમાં કોરોનાના દર્દીઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા પ્રધાન પરસોત્તમ સોલંકીની રજૂઆત
  • ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યએ ગ્રાન્ટ મંજૂર કરવા કરી રજૂઆત
  • ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ જિલ્લા અધિકારીને લખ્યો પત્ર
  • કોળિયાક, ઘોઘા, વાળુંકડ, સિહોર સહિત 5 ગામોને ગ્રાન્ટ ફાળવવાની કરી માગ

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતા કોરોનાના દર્દીઓને જરૂરી આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકીએ જિલ્લા અધિકારીને રજૂઆત કરી છે. ઘોઘા તાલુકાના ધારાસભ્ય પરષોત્તમ સોલંકીએ ગ્રામ્ય કક્ષાએ હોસ્પિટલ્સમાં ઓક્સિજન, રેપિડ ટેસ્ટ કિટ, રેમડેસિવિર ઈન્જેક્શન તેમજ વેન્ટિલેટર જેવા સંસાધનો અને દવાઓ માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ન મળતા મોત

ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ જિલ્લા અધિકારીને લખ્યો પત્ર

આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે ગ્રાન્ટની માગ કરાઈ

ભાવનગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો પર કોરોનાના દર્દીઓની સારવાર સમયસર અને યોગ્ય રીતે થઈ શકે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં કોરોના કેસોમાં વધારો થતા કુલ કેસની સંખ્યા 350એ પહોંચી છે. એમાં પણ ગ્રામ્યકક્ષાએ પણ સંક્રમિતોની સંખ્યા વધતા ચિંતામાં વધારો થતા ઘોઘા તાલુકાના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન પરષોત્તમ સોલંકી દ્વારા કોરોના દર્દીઓને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર જ સારવાર મળી રહે તે માટે સરકાર પાસે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની માગવામાં આવી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓને ઓક્સિજન જથ્થો આપવા કોંગ્રેસની માગ

જિલ્લા અધિકારીને ગ્રાન્ટ મંજૂર કરવા લખાયો પત્ર

રાજ્યપ્રધાને ઘોઘ મતવિસ્તારમાં આવેલી 5 તાલુકાના કોળિયાક, ઘોઘા, વાળુંકડ, સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર 5-5 લાખ રૂપિયાની મળી કુલ 25 લાખ ગ્રાન્ટ માગી છે. આ ગ્રાન્ટ મંજૂર કરવા તેમણે જિલ્લા અધિકારીને જાણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.