ભાવનગર : શહેરમાં રખડતા ઢોરને પગલે કમિશનર મહાનગરપાલિકા આકરા પાણીએ છે. વહેલી સવારથી ઢોર પકડવા છતાં રસ્તા પર જોવા મળે છે. માલિકીના પશુ માત્ર પર મહાનગરપાલિકા વિસુઅલ ટેગના બદલે હવે માઈક્રોચીપ લગાવવામાં આવશે. જોકે, મહાનગરપાલિકા સામે આ પડકાર શું આવે છે મુશ્કેલીઓ અને શું છે માઈક્રોચીપ તે જાણીએ. પરતું માઈક્રોચીપને લઈને શું ઢોર સમસ્યા હલ થશે તે એક પ્રશ્ન છે.
મહાનગરપાલિકા ઢોર મામલે હવે માઈક્રોચીપ પર પહોંચી : ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા રસ્તા પર ઓછી થઈ રહી છે. પરંતુ માલિકીના ઢોર ખૂણે ખાંચરે જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાએ હાલ સુધીમાં 1500 જેવા ઢોર પકડ્યા છે. વેટરનરી ઓફિસર એમ.એમ. હિરપરાએ જણાવ્યું હતું કે, અગાઉ વિસુઅલ ટેગ લગાવવામાં આવતા હતા. પરંતુ પશુ માલિકો આ વિસુઅલ ટેગ કાઢી નાખતા હોવાથી ગત માર્ચ અને એપ્રિલ માસમાં મહાનગરપાલિકાએ નવો એજન્ડા અપનાવ્યો હતો. મહાનગરપાલિકાએ ગત માર્ચ એપ્રિલમાં માઈક્રોચીપ 500 માલિકીના પશુમાં લગાવી હતી. પરંતુ ત્યારબાદ બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Stray cattle problem: રાજ્યમાં 50 હજારથી વધુ રખડતા ઢોરોનું ખસીકરણ થશે
શહેરમાં કુલ માલિકીના પશું : ભાવનગર મહાનગરપાલિકાએ 500 માલિકીના પશુમાં માઈક્રોચીપ લગાવ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. ભાવનગરમાં આવેલા નવા કમિશનરના કડક વલણના પગલે હવે રસ્તા પરથી ઢોર હટાવવા માટે કમરકસી છે. પણ લોકોનો પ્રશ્ન એક જ છે શું ઢોર સમસ્યા દૂર થશે. બંધ થઈ ગયેલી માઈક્રોચીપ કામગીરી બાબતે વેટરનરી અધિકારી એમ.એમ. હિરપરાએ જણાવ્યું હતું કે, ગત માર્ચમાં 500 પશુને લગાવ્યા બાદ બંધ હતું લગાવવાનું, પરંતુ હવે કમિશનરના આદેશ મુજબ કામગીરી આગળ ચાલી છે, ત્યારે નવી માઈક્રોચીપ ખરીદી પ્રક્રિયા હાથ ધરી છે. ટુંક સમયમાં ચિપ આવતા કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારે હાલમાં 12 લાખની ચિપ માટે પ્રક્રિયા હાથ પર લેવાઈ છે.
આ પણ વાંચો રસ્તા પર રખડતા ઢોર બાખડતા રાહદારીઓના શ્વાસ અધ્ધર
માઈક્રોચીપ એટલે શું અને શું ફાયદો : માઈક્રોચીપ મામલે મહાનગરપાલિકાના વેટરનરી અધિકારી એમ.એમ. હિરપરાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાએ લગાવેલા વિસુઅલ ટેગ પશુ માલિકો કાઢી નાખતા હતા. આથી મહાનગરપાલિકાએ માઈક્રોચીપ સરકારના આદેશથી લગાવવાની શરૂઆત કરી હતી. માઈક્રોચીપને RFID કહેવામાં આવે છે. RFID એટલે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન જેને ઇન્જેક્શન મારફત પશુના ચામડીના ભાગમાં નાખવામાં આવે છે. માઈક્રોચીપ લાગ્યા બાદ તેને તપાસવા માટે સ્કેનર મશીન મારફત બાર કોડેથી હોવાથી જાણી શકાય છે કે આખરે આ પશુ કોનું છે. જોકે એક ચીપનો ભાવ 130થી 150 રૂપિયા છે અને એક પશુનો ખર્ચ 215 આસપાસ થાય છે. હજુ એ નક્કી થયું નથુ કે ખર્ચ પશુ માલિક ભોગવશે કે મહાનગરપાલિકા. મહાનગરપાલિકા આગામી દિવસોમાં 6થી 7 હજાર પશુ શહેરમાં માલિકીના હોવાથી માઈક્રોચીપ લગાવવાની કામગીરી હાથ પર લેશે.