ETV Bharat / state

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે... - રેલવેની જમીન અને સ્ટેશનો ઇતિહાસની યાદ

ભાવનગરઃ શહેરના વિકાસ રજવાડુ કરી શક્યું તેવો આઝાદી બાદ નેતાઓ કે આવેલી સરકાર કરી શકી નથી તે વાસ્તવિક્તા છે. ભાવનગરમાં 1905 બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહુવા રેલવે લાઇન નાખીને ટ્રેન શરૂ કરી હતી. ધીમીગતિએ ચાલતી નેરોગેજ લાઇન પરની ગાડીને લોકોએ હુલામણું નામ આપ્યું બાપુ ગાડી પણ આઝાદી પછીની સરકાર અપગ્રેડ કરી શકી નહીં અને ટ્રેન બંધ કરી હતી. આજે 40 વર્ષ થવા છતાં રેલવેની જમીન અને સ્ટેશનો ઇતિહાસની યાદ અપાવી રહ્યા છે, પણ નેતાઓને ટ્રેનની સેવા શરૂ કરવામાં કોઇ જ રસ નથી.

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે
author img

By

Published : Nov 12, 2019, 7:23 PM IST

ભાવનગર જિલ્લાનો દરિયાઇ કાંઠો 152 કિલોમીટર આસપાસ સૌથી મોટો કિનારો છે. સુરાક્ષાના પગલે કોસ્ટલ સુરક્ષાની વાત કરવામાં આવે તો રેલવે ખૂબ જ જરૂરી બની જાય છે. સરકારે તુરંત અહીંયા સુરક્ષાને પગલે રેલવે નાખવી જોઇએ તેના બદલે અહીંયા જે રેલવે હતી તે પણ કાઢવામાં આવી. શહેરના રેલવે ટ્રેક પર જોગિંગના પાર્ક બની ગયા છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે રેલવેની કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે.

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે

ભાવનગરને વિકાસને પંથે લઇ જવાના ધોળા દિવસે સપના બતાવવામાં આવે છે પણ જયારે વાત વિકાસની આવીને ઉભી રહે છે એટલે અનેક પ્રશ્નો હોવાનું કહીને ચુંટાઈ આવેલા નેતાઓ હાથ ખંખેરી નાખે છે. ભાવનગરના હાલ ત્રણ ત્રણ ચુટાયેલા નેતાઓ મંત્રી છે પણ શહેરના વિકાસની વાત કરીને છુટ્ટી રહ્યા છે પણ વિકાસનું કામ જમીન પર આવે તેવું કોઈ કરી રહ્યા નથી.શહેરનો વિકાસ ભાંગતો જાય છે અને છે એ ગુમાવી રહ્યા છે ત્યારે હવે ભાવેણાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે કે રજવાડાએ આપેલું હતું તે તો છીનવી લીધા બાદ પુનઃ આપો.

ભાવનગર જિલ્લાનો દરિયાઇ કાંઠો 152 કિલોમીટર આસપાસ સૌથી મોટો કિનારો છે. સુરાક્ષાના પગલે કોસ્ટલ સુરક્ષાની વાત કરવામાં આવે તો રેલવે ખૂબ જ જરૂરી બની જાય છે. સરકારે તુરંત અહીંયા સુરક્ષાને પગલે રેલવે નાખવી જોઇએ તેના બદલે અહીંયા જે રેલવે હતી તે પણ કાઢવામાં આવી. શહેરના રેલવે ટ્રેક પર જોગિંગના પાર્ક બની ગયા છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે રેલવેની કામગીરી માત્ર કાગળ પર ચાલી રહી છે.

રજવાડાએ આપી બાપુ ગાડી અને સરકારે

ભાવનગરને વિકાસને પંથે લઇ જવાના ધોળા દિવસે સપના બતાવવામાં આવે છે પણ જયારે વાત વિકાસની આવીને ઉભી રહે છે એટલે અનેક પ્રશ્નો હોવાનું કહીને ચુંટાઈ આવેલા નેતાઓ હાથ ખંખેરી નાખે છે. ભાવનગરના હાલ ત્રણ ત્રણ ચુટાયેલા નેતાઓ મંત્રી છે પણ શહેરના વિકાસની વાત કરીને છુટ્ટી રહ્યા છે પણ વિકાસનું કામ જમીન પર આવે તેવું કોઈ કરી રહ્યા નથી.શહેરનો વિકાસ ભાંગતો જાય છે અને છે એ ગુમાવી રહ્યા છે ત્યારે હવે ભાવેણાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે કે રજવાડાએ આપેલું હતું તે તો છીનવી લીધા બાદ પુનઃ આપો.

Intro:પ્રજાના સુખ માટે ભાવનગર રજવાડાએ મહુવા રેલ્વે લાઈન આપી અને આઝાદી પછીની સરકારે બંધ કરી હવે નેતાઓ વાતું કરે છે પણ જમીન હોવા છતાં ટ્રેન શરુ કરવા કોઈ મેહનત નહી Body:ભાવનગરમાં ૧૯૦૫ પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મહુવા રેલ્વે લાઈન નાખીને ટ્રેન શરુ કરી હતી. ધીમીગતિએ ચાલતી નેરોગેજ લાઈન પરની ગાડીને લોકોએ હુલામણું નામ આપ્યું બાપુ ગાડી પણ આઝાદી પછીની સરકાર અપગ્રેડ નો કરી શકી અને ટ્રેન બંધ કરી જેની જમીન આજે પણ રેલ્વે પાસે છે પણ શરુ કરવામાં ૩૬ વર્ષથી આવેલા ભાજપ કોંગ્રેસના એક પણ નેતાને રસ ના હોઈ તેમ મહુવા લાઈન માટે આંખ આડા કાન કરી રહ્યા છે Conclusion:એન્કર- ૧૯૦૫ પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના સુખ હેતુ ભાવનગર મહુવા નેરોગેજ રેલ્વે લાઈનનો પ્રારંભ કર્યો અને ટ્રેન શરુ કરતા લોકો ખુશ થતાની સાથે ટ્રેનનું હુલામણું નામ અપાયું બાપુ ગાડી જે આજે પણ રજવાડાની વાત આવે તો બાપુ ગાડી શબ્દ જરૂર આવે છે. અફસોસણી વાત એ છે કે આઝાદી પછી આવેલી સરકારોએ વાતું વિકાસની કરી પરંતુ જે સુવિધા બાપુ ગાડીની હતી તે પણ ૧૯૮૩માં છીનવી લેવાય અને આજે ૪૦ વર્ષ થવા છતાં રેલ્વેની જમીન અને સ્ટેશનો ઇતિહાસની યાદ અપાવી રહ્યા છે પણ નેતાઓને તે લાઈનણી જમીન હોવા છતાં ટ્રેક નાખીને ટ્રેનની સેવા શરુ કરવા રસ નથી. મહુવા સુધીની ૧૦૯ કિલોમીટરની લાઈનમાં અલંગ,ડુંગળીની આયાત અને પીપાવાવ પોર્ટને ફાયદો હોવા છતાં આંખ આડા કાન કેમ ?

વીઓ-૧- ભાવનગરના વિકાસ રજવાડું કરી શક્યું તેવો આઝાદી પછી નેતાઓ કે આવેલી સરકાર નથી કરી શકી તે વાસ્તવિકતા છે. ૧૯૦૫ પછી મહારાજા કૃષ્ણકુમાંરસિંહજીએ ભાવનગરથી તળાજા અને મહુવા એમ ૧૦૯ કિલોમીટરની રેલ્વે લાઈન શરુ કરી હતી. નેરોગેજ લાઈન શરુ થતા ગામડાઓ ભાવનગર સાથે સરળતાથી જોડાયા હતા અને મળેલી સુવિધાથી આનંદિત થયેલા લોકોએ ટ્રેનનું નામ જ બાપુ ગાડી આપી દીધું હતું. ધીમે ચાલતી આ ટ્રેનને પગલે મહ્વું સુધીના દરિયાઈ પટ્ટીના લોકોને ફાયદો થતો હતો. પરંતુ આઝાદી પછી આવેલી કોંગ્રેસ સરકારમાં ટ્રેન બંધ કરવામાં આવી કારણ ખોટ બતાવવામાં આવ્યું હતું. ટ્રેન બંધ કરી દેવાય પણ અપગ્રેડ કરીને મીટરગેજ લાઈન નાખવામાં નો આવી જેથી આ ગામડાઓને રસ્તાના માર્ગે ભાવનગર સાથે જોડાવાની ફરજ પડી છે. ૩૬ વર્ષ પછી પણ આ લાઈનની જમીન જેમની તેમ છે સ્ટેશનો રજવાડાની દેનણી હાજરી પુરાવે છે ચેમ્બર ઓફ કોમર્સે પણ માંગ કરી છે કે જમીન છે તો રેલ્વે શરુ કરવામાં આવે તો અલંગ અને ડુંગળીની આયાતમાં અને પીપાવાવ પોર્ટને સરળતા થાય તેમ છે પણ અફસોસ નેતાઓ વાતુ કરી જાણે છે પણ જમીન પર કામ લાવવામાં રસ નથી.

બાઈટ- સુનીલ વડોદરિયા (પ્રમુખ,ચેમ્બર ઓફ કોમર્સ,ભાવનગર)

વીઓ-૨- ભાવનગર જીલ્લાનો દરિયાઈ કાંઠો ૧૫૨ કિલોમીટર આસપાસ સૌથી મોટો કિનારો છે સુરક્ષાની પગલે કોસ્ટલ સુરક્ષાની વાત કરવામાં આવે તો રેલ્વે ખુબ જરૂરી બની જાય છે સરકારે તુરંત અહિયાં સુરક્ષાને પગલે રેલ્વે નાખવી જોઈએ તેના બદલે અહિયાં હતી એ પણ રેલ્વે કાઢી લેવામાં આવી છે અને હવે જે ચુંટાઈને આવેલા સાંસદો છે તે કેન્દ્ર સરકારમાં પત્ર લખ્યો હોવાની વાત કરે છે પરંતુ રેલ્વે થાય તેવી કામગીરી કોઈ નેતા આજદિન સુધી કરી શક્ય નથી. ભાવનગર શહેરમાં રેલ્વે ટ્રેક પર જોગીંગ પાર્ક બની ગયા છે તો કૃષ્ણનગર રેલ્વે સ્ટેશન અને તેની જગ્યા હાલ શહેરની વચ્ચે યથાવત છે. ભાવનગર ટર્મિનસથી મહુવા સુધી શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈનની જમીન પર દબાણો થયા છે હવે તો તખ્તેશ્વર રેલ્વે સ્ટેશન હટાવીને રોડ માટે થોડી જગ્યા ફાળવી દેવામાં આવી છે આમ જોઈએ તો અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ શહેર વચ્ચેથી રેલ્વે પસાર થતી હોઈ છે ત્યારે ભાવનગરમાં જમીન હોવા છતાં વિકાસની વાતું કરનારા સત્તામાં હોવા છતાં પણ ૫૦ ટકા કામગીરી એટલે કે ટ્રેક અને સ્ટેશન જેવું અપગ્રેડેશન કરવામાં પત્ર પર ચાલી રહ્યા છે રેલવેને જમીન સંપાદનની જરૂર નથી છતાં વિકાસની વાતું પણ વિકાસ મહુવા લાઈન માટે થતો નથી જે દરેક ભાવેણાવાસીઓની લાગણી છે કે ફરી જૂની બાપુ ગાડી શરુ થાય પણ ચુટાયેલા નેતા તો હજુ પત્ર લખ્યો હોવાનું કહીને છુટ્ટી રહ્યા છે 

બાઈટ - ભારતીબેન શિયાળ (સાંસદ,ભાવનગર )

વીઓ-૩- ભાવનગરને વિકાસને પંથે લઇ જવાના ધોળા દિવસે સંપના બતાવવામાં આવે છે પણ જયારે વાત વિકાસની આવીને ઉભી રહે છે એટલે અનેક પ્રશ્નો હોવાનું કહીને ચુંટાઈ આવેલા નેતાઓ હાથ ખંખેરી નાખે છે ભાવનગરના હાલ ત્રણ ત્રણ ચુટાયેલા નેતાઓ મંત્રી છે પણ શહેરના વિકાસની વાત કરીને છુટ્ટી રહ્યા છે પણ વિકાસનું કામ જમીન પર આવે તેવું કોઈ કરી રહ્યા નથી.શહેરનો વિકાસ ભાંગતો જાય છે અને છે એ ગુમાવી રહ્યા છે ત્યારે હવે ભાવેણાવાસીઓ પણ માંગ કરી રહ્યા છે કે રજવાડાએ આપેલું હતું તે તો છીનવી લીધા બાદ પુનઃ આપો.

વોક્થ્રું ......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.