ETV Bharat / state

મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન - Putting a new EVM spoiling the EVM

ભાવનગરના મહુવા તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું. જિલ્લા અને તાલુકા માટે 234 બૂથ ઉપર રવિવારે અનુક્રમે 57.66 અને 60 ટકા જેટલું મતદાન થયું હતું.

મહુવાના મતદાતા
મહુવાના મતદાતા
author img

By

Published : Mar 1, 2021, 11:52 AM IST

  • મહુવા સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે સંપન્ન
  • મહુવા નગરપાલિકામાં 57.66 ટકા મતદાન થયું
  • પોલીસતંત્રના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ

ભાવનગર : મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મહુવા નગરપાલિકામાં 36 વૉર્ડ અને મહુવા તાલુકા પંચાયતની 34 બેઠક અને જિલ્લા પંચાયતની મહુવાની 8 સીટ માટે રવિવારે મતદાન યોજાયું હતું, એકંદરે શાંતિપૂર્વક યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી મહુવા નગરપાલિકાના 9 વોર્ડ માટે 59 બૂથ ઉપર જ્યારે જિલ્લા અને તાલુકા માટે 234 બુથ ઉપર રવિવારે અનુક્રમે 57.66 અને 60 ટકા જેટલું મતદાન થયું હતું.

મહુવાના મતદાતા
મહુવાના મતદાતા

ખીમનાથ મંદિરના મહંત અને કથાકાર ભગત બાપુએ મતદાન કર્યું

મહુવામાં ઈમ્તિયાઝ નામના દુલ્હાએ નિકાહ કરવા જતાં પહેલાં વોર્ડ નં.-1માં મતદાન કર્યું હતું. જ્યારે મહુવાના ખીમનાથ મંદિરના મહંત અને કથાકાર ભગત બાપુએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહુવામાં બપોરે 1 વાગ્યા સુધી ધીમું મતદાન થતા રાજકીય નેતાઓને ભીંસ પડી ગઈ હતી. જોકે, રવિવાર હોવાથી બપોર પછીના 6 વાગ્યા સુધીમાં 57.66 ટકા નગરપાલિકામાં અને તાલુકા અને જિલ્લામાં 60 ટકા જેટલું મતદાન થયું હતું. બપોરે એક 85 વર્ષના નિરુબેન વોર્ડ નં.-2માં વિલચેરમાં મતદાન કરવા આવી પહોંચ્યા હતા. જ્યારે મતદારોને સ્વયંભૂ ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહુવાના મતદાતા
મહુવાના મતદાતા

EVM બગડતા નવું EVM મૂકવું પડયું
જેસર તાલુકા પંચાયત સીટના કરલા ગામે EVM બગડતા નવું EVM મૂકવું પડયું હતું. જ્યારે મહુવાના ભુતેશ્વરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બે EVMમાં મતદાન કરવાના બદલે મતદારોને સરખી સૂચના પરિસાઈડિંગ તરફથી નહિ મળતાં એક જ બુથમાં મતદાન કરીને મતદારો જતા રહેતાની ફરિયાદ આવતા ચૂંટણી અધિકારી દ્વારા તે ફરિયાદ ધ્યાને લઇને સૂચના અપાઇ હતી.
મહુવા પોલીસનો લોખંડી બંદોબસ્ત
નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની યોજાયેલી ચૂંટણીમાં મહુવા પોલીસનો લોખંડી બંદોબસ્ત રહ્યો હતો. જ્યારે ભાવનગર LCBની ટીમના જાડેજા સાહેબ તથા સ્ટાફના કમાન્ડો ડ્રેસમાં ફરતા નજરે ચડ્યા હતા અને તેઓ એ પણ સારી ફરજ બજાવી હતી. ચૂંટણી ફરજ ઉપર મહુવાના હેલ્થ ઓફિસર સી.ટી. કણજરિયા 27 તારીખથી 28 તારીખ સુધી ચૂંટણી ફરજ પર હાજર થવા ફોન કરતા નહિ ઉપાડતા ચૂંટણી અધિકારી એ નોટિસ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.