ભાવનગર: ભાવનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસનું ક્યાંય સત્તામાં સ્થાન રહ્યું નથી. હાલમાં છેલ્લી રહેલી નાગરિક સહકારી બેંકમાંથી પણ કોંગ્રેસ હાથ ધોવા પડ્યા છે. ત્યારે આવી રહેલી લોકસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ દ્વારા વારંવાર બેઠકો થઈ રહી છે. તાજેતરમાં યોજાયેલી સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રભારી અને પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે તળિયેથી ધોવાયેલી કોંગ્રેસ લોકસભા માટે કેવી મથામણ કરી રહી છે. આખરે કેમ કર્ણાટકના નેતાઓને કમાન સોંપાય છે. શુ કહે છે કોંગ્રેસના પ્રભારી તેમની પાસેથી જાણીએ.
કોંગ્રેસના નેતાઓની સાથે બેઠકોનો દોર: ભાવનગર જિલ્લામાં કર્ણાટકના નેતાને પ્રભારી તરીકે લેવામાં આવ્યા છે. ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ગુજરાતના નેતા અમિતભાઈ ચાવડા અને અમરેલીના ધારાસભ્ય અમરીશ ડેર સાથે ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના નેતા આગેવાન અને કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે એક પ્રકારે સ્થાનિક કોંગ્રેસ નેતાઓને, કાર્યકરોનો એક ક્લાસ જરૂર લેવામાં આવ્યો હોય તેમ કહી શકાય.
15 દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી: કર્ણાટકના પ્રભારી નેતાનો કોંગ્રેસની સ્થિતિ માટે જવાબ ગુજરાતમાં કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે બી એમ સંદીપજી કર્ણાટકના નેતાને પ્રભારી તરીકેની કમાન સોંપવામાં આવી છે. ત્યારે બી એમ સંદીપજીએ કોંગ્રેસની સ્થિતિને લઈને જણાવ્યું હતું કે 15 દિવસમાં બીજી વખત તેઓ ભાવનગરની મુલાકાત કરી રહ્યા છે. જે અહીંની ઓર્ગેનાઈઝેશન સાથે 15 દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી હતી, તેની સમીક્ષા આજે કરાય છે. કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને ક્યાં સુધી શહેર અને જિલ્લા કોંગ્રેસે કામ કર્યું છે તેને ઝીણવટ ભરી ચર્ચા કરવામાં આવી છે. મંડપલમ અને વોર્ડની કામગીરી કેટલે સુધી પહોંચી છે તેની ચર્ચા થઈ છે અને ત્યાં નિમણૂક પણ પદો ઉપર કરી દેવામાં આવી છે.
લોકો વચ્ચે ક્યાં મુદ્દાઓ સાથે કોંગ્રેસની તૈયારી: ગુજરાતમાં 26 બેઠક ઉપર કોંગ્રેસ હાર ભાળીયા બાદ હવે કર્ણાટકની જીત પછી ફરી ગુજરાતમાં જમીની કક્ષાએથી કોંગ્રેસને બેઠી કરીને સત્તામાં લાવવાની કોશિશ હાથ ધરાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પાસે શું મુદ્દાઓ છે તેની વાત કરીએ તો કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી બી એમ સંદીપજીએ જણાવ્યું હતું કે લોકસભાની તૈયારીને પગલે ઇન્ડિયા અલાયન્સ માટે સારોમાં માહોલ છે. લોકો સુધી અમે મોંઘવારી, રોજગારી,ભ્રષ્ટાચાર, ચીનના મુદ્દા સહિતના અન્ય પ્રશ્નોના લઈને જવાના છીએ જે લોકોને સતાવી રહ્યા છે. હિમાચલ અને કર્ણાટકમાં જીત થઈ અને લેહ લદાખમાં લોકલ બોડીનું પરિણામ જે આવ્યું છે ત્યારબાદ કોંગ્રેસ ચાર રાજ્યમાં જીત મેળવવા જઈ રહી છે.ભાવનગરમાં પણ સંગઠને કામ શરૂ કર્યું છે અને સારા પરિણામ અમે લાવશું.
જમીની સ્તર પર કોંગ્રેસની કામગીરી શુ કરાઈ: કોંગ્રેસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવવામાં તો આવે છે પણ પરિણામો હંમેશા ઉલટા આવ્યા છે. ત્યારે આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં જાણે કર્ણાટકની જીત બાદ કર્ણાટકના નેતાઓ પ્રભારી તરીકે મુકાયા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં પણ આશાનું કિરણ જાગ્યું છે. જો કે જમીન પરની કામગીરીને પગલે પ્રભારી બી એમ સંદીપજીએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે બ્લોક કોંગ્રેસ સાથે સેન્ટ્રલ કોંગ્રેસ પણ કામ કરી રહ્યું છે. નીચા લેવલ માઇક્રો પ્લાનિંગ કરીને કામ કરવામાં આવી રહ્યું છે. મંડપમ સેક્ટરને સંગઠિત કરી રહ્યા છીએ. કર્ણાટક અમારો સ્ટાર્ટિંગ પોઇન્ટ છે જે આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં સેમિફાઇનલ તરીકે જોવાય છે. બીજેપીના 26 બેઠક આપીને પરિણામ પ્રજા માટે 0 આપ્યું છે. મોંઘવારી, ઔદ્યોગિક, રોજગાર જેવી સમસ્યાઓ આજે લોકો માટે મોટો પ્રશ્ન બની ગઈ છે, જે મુદ્દે વિચારીને પ્રજા આગામી દિવસોમાં લોકસભામાં મત આપવાની છે.