ETV Bharat / state

ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બોરતળાવમાં નવા નીરના કર્યા વધામણાં - Bhavnagar

ભાવનગર: શહેર મધ્યે આવેલા ગૌરીશંકર સરોવર-બોરતળાવ હાલ છલક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે નવા નીરને વધાવવા માટે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ભાવનગર શહેર પૂર્વેના ધારાસભ્ય વિભાવરીબેન દવે, સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, મેયર સહિત ભાવનગર મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા બોરતળાવ છલક સપાટીએ પહોંચેલા નવા નીરનું શાસ્રોકત વિધિ મુજબ પૂજન અર્ચન કરી વધામણા કર્યા હતાં.

Bhavnagar
author img

By

Published : Sep 28, 2019, 10:04 PM IST

નવા નીરના વધામણા કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ નગરજનો તથા ભાજપના કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભાવેણાના પૂર્વે રાજવી પરિવારની બેનમુન ભેટ છે. આ વર્ષે વરૂણ દેવની કૃપાને કારણે બોરતળાવ છલક સપાટીએ પહોંચ્યું છે, ત્યારે આ વાત ભાવનગર વાસીઓ માટે ગર્વની બાબત છે. જળનો લોકો વિવેક પૂર્ણ રીતે ઉપયોગ કરે, પ્રદુષણ મુક્ત બોરતળાવ, પ્રદુષણ મુક્ત ભાવનગર બને તે જોવાની જવાબદારી તંત્ર અને આપણે સૌ ભાવનગર વાસીઓની છે'.

ભાવનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બોરતળાવમાં નવા નીરના કર્યા વધામણાં

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવીબી

ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ બોરતળાવ ખાતે નવાં નિર ના વધામણા કર્યા

ગૌરીશંકર સરોવરમાં હિલોળા લેતાં નિર ને નિરખવા શહેરી જનો ઉમટી પડ્યાBody:ભાવનગર શહેર મધ્યે આવેલ ગૌરીશંકર સરોવર-બોરતળાવ હાલ છલક સપાટી એ પહોંચ્યું હોય ત્યારે નવા નિર ને વધાવવા માટે ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી ભાવનગર શહેર પૂવૅના ધારાસભ્ય વિભાવરી બેન દવે સાંસદ ડૉ ભારતીબેન શિયાળ મેયર સહિત ભાવનગર મહાનગર પાલિકા ના સત્તાધીશો દ્વારા બોરતળાવ માં છલક સપાટીએ પહોંચેલા નવા નિર નું શાસ્રોકત વિધિ મુજબ પૂજન અચૅન કરી વધામણા કર્યા હતા Conclusion:નવા નિર વધામણા કાયૅક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઇ વાઘાણી એ નગરજનો તથા ભાજપના કાયૅકરો ને સંબોધતા જણાવ્યું હતું કે ગૌરીશંકર સરોવર-બોરતળાવ ભાવેણા ના પૂવૅ રાજવી પરિવાર ની બે નમુન ભેટ છે આ વષૅ વરૂણ દેવની પૂણૅ કૃપા ને લઈને બોરતળાવ છલક સપાટીએ પહોંચ્યું છે ત્યારે આ વાત ભાવનગર વાસીઓ માટે ગવૅ ની બાબત છે જળ નો લોકોએ વિવેક પૂર્ણ રીતે ઉપયોગ કરે પ્રદુષણ મુક્ત બોરતળાવ પ્રદુષણ મુક્ત ભાવનગર બને તે જોવાની જવાબદારી તંત્ર અને આપણે સૌ ભાવેણા વાસીઓની છે તેમ જણાવ્યું હતું

બાઈટ : જીતુ વાઘાણી (બીજેપી , પ્રદેશ પ્રમુખ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.