ETV Bharat / state

જાપાન આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા; 7મા ધોરણની હસ્તીએ દોરેલા અમદાવાદ મ્યુઝિયમના ચિત્રને મળ્યો એવોર્ડ

કલાનગરી ભાવનગરમાં બાળ કલાકારોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ત્યારે બાળ કલાકાર હસ્તીએ તેમાં મોરપીંછ ઉમેર્યું છે. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં હસ્તીએ દોરેલા અમદાવાદના મ્યુઝિયમના ચિત્રને એવોર્ડ મળ્યો છે. વાંચો સમગ્ર અહેવાલ..

જાપાન આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા
જાપાન આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 1:56 PM IST

Updated : Dec 14, 2023, 2:15 PM IST

7મા ધોરણની હસ્તીએ દોરેલા અમદાવાદના મ્યુઝિયમના ચિત્રને મળ્યો એવોર્ડ

ભાવનગર: સાતમા ધોરણમાં ભણતી ભાવનગરની હસ્તી એક વાર અમદાવાદ ફરવા ગઈ અને ત્યાં સાયન્સ સિટીના મ્યુઝિયમમાં જોયેલી ચીજો જાણે કે સીધી તેના માનસપટ પર છપાઈ ગઈ અને ત્યારે નક્કી કર્યું કે આ જ ચિત્ર સ્પર્ધા માટે દોરવું છે. તેણે જાપાનમાં યોજાયેલી સ્પર્ધામાં અમદાવાદના મ્યુઝિયમને ચિત્ર સ્વરૂપે કંડાર્યું. આજે એ જ ચિત્રોએ હસ્તીને સફળતા અપાવી છે.

જાપાનની આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા
જાપાનની આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા

મેં જાપાનની સ્પર્ધામાં ભાગ લીધો હતો. હું મારા મમ્મી પપ્પા સાથે અમદાવાદ ફરવા ગઈ હતી ત્યારે અમે સાયન્સ સિટીમાં મ્યુઝિયમ જોયું હતું. તેની છાપ મારા મનમાં બેસી ગઈ હતી. તે ચિત્ર જાપાનની કોમ્પિટિશનમાં બનાવ્યું તેનો મને એવોર્ડ મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. - હસ્તી, એવોર્ડ મેળવનાર

બાળ કલાકાર હસ્તી
બાળ કલાકાર હસ્તી

હસ્તીના પિતાએ ખુશી વ્યક્ત કરતાં શું કહ્યું ? ભાવનગર શહેરમાં સરકારી શાળામાં ચિત્ર શિક્ષક તરીકે ફરજ બનાવતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણની દીકરી હસ્તીએ અનેક મેડલો પ્રાપ્ત કરેલા છે, ત્યારે હાલમાં જાપાનમાં યોજાયેલી સ્પર્ધાને પગલે ધર્મેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે હાલમાં મારી દીકરી હસ્તી ચૌહાણને જાપાનના ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો છે અને તેમાં 35,000 બાળકોએ ભાગ લીધો હતો. આ 22મી ઇન્ટરનેશનલ કોમ્પિટિશન હતી, તેણે મ્યુઝિયમનું ચિત્ર બનાવેલું હતું. આ સિવાય તેણે રોમાનિયાની કોમ્પિટિશનમાં ગોલ્ડ, રોમાનીયાની બીજી કોમ્પિટિશનમાં સિલ્વર અને જેકીલેવિયામાં એવોર્ડ પ્રાપ્ત થયેલા છે.

પિતા-પુત્ર બન્ને ચિત્રકાર
પિતા-પુત્ર બન્ને ચિત્રકાર

પિતા-પુત્ર બન્ને ચિત્રકાર: ભાવનગર કલાનગરી છે અને અનેક કલાકારો પણ છે, ત્યારે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ એક સારા આર્ટિસ્ટ છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ ચૌહાણની દીકરી હસ્તીને પણ વારસામાં કલા મળી છે. હસ્તી નાનપણથી જ કલા ક્ષેત્રે સારા એવા ચિત્રો બનાવે છે. હસ્તી દ્વારા અનેક કોમ્પિટિશનમાં ભાગ લેવામાં આવ્યા છે. જેમાં તે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલો મેળવવામાં સફળ રહી છે. બાળકમાં નાનપણથી જે કળામાં રુચિ હોય તે તરફ જો તેને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો તે જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેનો ઉત્તમ ઉદાહરણ હસ્તી છે.

હસ્તીએ દોરેલા ચિત્રો
હસ્તીએ દોરેલા ચિત્રો
  1. ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા 'પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ-2023' એનાયત થશે
  2. સુરત એરપોર્ટ ટર્મિનલનો વિસ્તૃત ભાગ 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીનાં હસ્તે ખુલો મુકાશે, હેરિટેજ ઇમારતનો લૂક અપાયો

Last Updated : Dec 14, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.