ભાવનગર : દેશના રાષ્ટ્રપિતાના મૂલ્યોને ગામે ગામ પહોચીને પોતાના સ્વરથી જીવંત રાખવાનું કાર્ય પાર્શ્વ ગાયિકા મેઘા શ્રીરામ ડાલ્ટન કરી રહ્યા છે. ભાવનગરમાં ગાંધીગાનમાં આવેલા મેઘા શ્રીરામ ડાલ્ટને સૌ કાઈને ગાંધી ગીતોને પગલે વહેલી સવારમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના સમયમાં ગાંધી ક્યાં? વગેરે જેવા પ્રશ્નોના પગલે ETV BHARAT સાથે મેઘા શ્રીરામ ડાલ્ટને ખાસ વાતચીત કરી હતી.
ગાંધીગાન રજૂ કર્યા : શહેરના ગિજુભાઈ બધેકા બાલમંદિર એટલે ટેકરી. આ છાપ ભાવેણાવાસીઓના મન ઉપર જરૂર આવે છે. ટેકરી ઉપર માર નહિ પણ પ્રેમથી રમતા રમતા શિક્ષણ આપવાની પધ્ધતિના સ્થળની મુલાકાત પાર્શ્વ ગાયિકા મેઘા શ્રીરામ ડાલ્ટને લીધી હતી. માત્ર મુલાકાત નહિ પણ ટેકરી પર રમણીય પ્રકૃતિ વચ્ચે ગાંધીગાન રજૂ કર્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર, DYSP જેવા અધિકારીઓ વહેલી સવારમાં ઉપસ્થિત રહ્યા અને ગાંધીગાનનો આનંદ લીધો હતો. બાલમંદિરની મુલાકાત દરમિયાન પણ મેઘા ડાલ્ટનના ગળામાંથી સુરો નીકળવા લાગ્યા હતા. મેઘા ડાલ્ટને ગુજરાતી ફિલ્મ ગીત "વાલમ આવોને આવોને" ગાયુ હતું.
પ્રશ્ન 1) ગાંધીજીનું ગાંધી ગાન પ્રસ્તુત કર્યું? ગુજરાતી ગીત રજૂ કર્યું? શું કહેવું છે?
જવાબ: આ વિદ્યાલયમાં આવીને હું એ કહેવા માગું છું કે, આ સીરીઝ હતી ગાંધીગાનની 12થી 13 સ્થળો ઉપર થઈ છે. અહીંયા આવીને એવું લાગ્યું કે ગીતો ગાવા લાગુ, ભણવા લાગુ, નાની બાળકી બની જાવ, હું કહેવા માંગુ છું કે વારેવારે ગાંધીબાબા થાય છે હું કહેવા માંગુ છું કે બહારથી બાબુ હતા હું કહું છું કે...
પ્રશ્ન 2) પાર્શ્વ ગીત શરૂ કર્યું બોલીવુડ છોડીને કારણ શું? તમે ગાવાનું ક્યારે શરૂ કર્યું?
જવાબ : ગાવાનું મેં મારી માતાના સપનાને સાચા કરવા ગાઇ રહી છું. એ ગાવા માંગતી હતી પણ અમારા સમાજે જ ગાવા દીધું નહીં. પછી એમને તેમના સપના મારા થકી પૂર્ણ કરાવ્યા. હું બારમા ધોરણમાં નાપાસ થઈ ત્યારે એમના સપના સાચા કરવાનો સમય મળ્યો. હિન્દી સંગીત ગાવું મુશ્કેલ હતું. બે ત્રણ ગીતો ગાયા પણ જીવનમાં ફેરફાર કાંઈ આવ્યો નહીં, પછી વિચાર્યું શું ગાઇશ. એક દિવસ મને સ્ટુડિયો દ્વારા ગાવાનો મોકો મળ્યો અને મંચ ઉપરથી મેં જાણ્યું કે મારે ઝારખંડના લોકસંગીત ગાવાના હતા. આમ 2011થી 2023 સુધી મંચ ઉપર અને અવારનવાર મંચ ઉપર આદિવાસી ગીતો જ ગાવાની છું. હું એમનો ધન્યવાદ માનીશ મને એમને ગાંધીથી મેળવ્યા. મને ગાંધી પુસ્તક, કોન્ફરન્સ કે ગોષ્ઠિથી સમજ ના આવી એ ગાંધીગીતો થી સમજાઈ ગયું એટલે સરળ લાગ્યું. ત્યારે ખબર પડી એમને ધન્યવાદ હું આપીશ. ગાંધીગીતોથી જીવન આસાન થઈ ગયું. ગુજરાતના ગીત ક્યાંથી ગાય શકતીતી, ઓડિયન્સ ગુજરાતમાં મારે ક્યાંથી હોય? મારા આદિવાસી સંગીતે ગાંધી આપ્યા તો ગુજરાત તો છોડો, કેરળ જઇ ગાવા મળ્યું, ઓડીશામાં જઇ ગાવા લાગી.
પ્રશ્ન 3) આ દેશમાં તમે ફર્યા છો દેશનો માહોલ હાલમાં શું લાગે છે?
જવાબ : કમાલ છે, અદભુત છે, ગાંધી ગીતો ગાવાનો મોકો છે. બતાવવાનો મોકો છે. મારા લોકો છે, બધા નિર્દોષ છે. અમે મળવાનું બંધ કરી દીધું. અમે કઈ રીતે દોષારોપણ કરી શકીએ. મારા મેન્ટર દાઈસા કહે છે ગ્રેટ એવીલ હશે તેટલું ગ્રેટ ગુડ મળશે. તો અમે અમારું કરીએ છીએ અને હંમેશા તે કઠિન હોય છે. દરેક વખત કાંઈ ને કાંઈ રહ્યું છે. આપણે કોઈ તોપ નથી ચલાવી શકતા એટલે હું ગાંધી ગીત ગાવું છું. હું જણાવું છું કે આજના સમયમાં રામધૂન ગાવી જરૂરી છે, મહાદેવને ગાવા જરૂરી છે. મહાદેવને ગાતા ગાતા હું મોહમ્મદને પ્રેમ કરવા લાગી, જે આપણા મહાદેવને જાણશે એ મોહમ્મદને જાણશે. હું સામાન્ય માણસ છું આથી બધાના દુઃખમાં રડી શકું બસ.