ETV Bharat / state

બ્રિચિંગ પૂર્ણઃ INS વિરાટને માન સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય - Bhavnagar news

સોમવારે ભારતીય નૌ સેનાના યુદ્ધ જહાજ INS વિરાટને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ તકે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં.

Viraat
Viraat
author img

By

Published : Sep 29, 2020, 8:42 AM IST

અલંગઃ ભાવનગરને શ્રેય અપાવવાનું કામ અલંગના શિપબ્રેકર મુકેશભાઈ પટેલે કર્યું છે. ભારતના નૌ સેનાના જહાજનો સમયપૂર્ણ થતા નૌ સેનામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારે અલંગના શિપબ્રેકરે પોતાની અને પત્નીની ઈચ્છાને પગલે 38 કરોડમાં INS ખરીદી લીધું અને 28 સપ્ટેમ્બરે માન સન્માન સાથે વિદાય આપી હતી. 1987 થી 2017 30 વર્ષની સફરના અંતે હવે INS અતીત બની જશે. જેથી તેને માન સન્માન સાથે વિદાય અપાઈ હતી.

INS વિરાટને માન સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
ભારતની રક્ષામાં નૌ સેનાને 1987માં INS વિરાટ સુપ્રત કરવામાં આવ્યું હતું અને દેશની સેવામાં INS સમુદ્રમાં પોતાની પુરી ફરજ 30 વર્ષ સુધી નિભાવી હતી. ત્યારે 2017માં તેનો સફર પૂર્ણ થતાં તેને અંતિમ સ્થળ પર વિલીન કરવા માટે મોકલી દેવામાં આવ્યું છે. એટલે કે શિપરિસાયકલિંગ યાર્ડમાં પણ તેનો શ્રેય ભાવનગરના અલંગના ફાળે ગયો છે. માન સન્માન સાથે INS વિરાટને બ્રિચિંગ કરીને વિદાય આપવામાં આવી હતી.ભારતના સમુદ્રમાં દેશની રક્ષા માટે INS વિરાટ 1987માં ભારતની નૌ સેનાને સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારે 2017માં તેની સફર પૂર્ણ થતાં INS વિરાટને તેના અંતિમ સ્થળ શિપરિસાયકલિંગ યાર્ડમાં મોકલી દેવામાં આવ્યું છે. જોકે તેનો શ્રેય પણ ભારતના ગુજરાતના ભાવનગરને મળ્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના શિપબ્રેકરે પોતાની પત્ની અને દેશપ્રેમના પગલે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ પટેલે 38 કરોડમાં INS વિરાટને ખરીદ્યું છે. ભાવનગરના દરિયામાં આશરે 7 દિવસથી આવેલા વિરાટને સોમવારે કાંઠે લાવવા માટે બ્રિચિંગ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.INS વિરાટને અંતિમ વિદાય આપવા માટે માલિક મુકેશ પટેલએ અલંગમાં પોતાના પ્લોટ નંબર 9માં ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે સહિત નારણ કાછડીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નેવીના શ્રેષ્ઠ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવીયા સહિત પ્રધાનોની ઉપસ્થિતિમાં બ્રીચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ સાથે દરેકે INS વિરાટ પર જઈને પણ વિદાય આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.