ETV Bharat / state

Bhavnagar Incometax Raid: ભાવનગરમાં 10થી વધુ સ્થળોએ IT વિભાગના દરોડા - ભાવનગર શહેરમાં વહેલી સવારે IT વિભાગ દ્વારા દરોડા

ભાવનગર શહેરમાં વહેલી સવારે IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સ વિભાગની કુલ છ ટીમોએ મળીને ઉદ્યોગકારોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉદ્યોગકારોને ત્યાં આવક જાવકના હિસાબોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ITની રેડ થતા ભાવનગર ઉદ્યોગ જગતમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો છે.

ભાવનગર ઉદ્યોગ જગતમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો

author img

By

Published : Jan 24, 2023, 3:26 PM IST

પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન

ભાવનગર: શહેરમાં વહેલી સવારે IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સવારથી વિવિધ સ્થળો ઉપર અલગ અલગ ટીમ બનાવીને ITએ તપાસ હાથ ધરાઈ હતી. ITની રેડ થતા ભાવનગર ઉદ્યોગ જગતમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉદ્યોગકારોને ત્યાં આવક જાવકના હિસાબોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી

6 ટીમોએ દરોડા પાડ્યા: ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇન્કમટેક્સ વિભાગ પહેલી સવારથી જ પ્લાસ્ટિક અને મિકેનિકના ઉદ્યોગકારોને ત્યાં આવક જાવકના હિસાબોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ મળી 6 ટીમોએ દરોડા પાડ્યા હતા.

પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન: ભાવનગર શહેરના મોતીતળાવ ઉપર આવેલા વીઆઈપીના ડેલામાં ઇન્કમટેક્સ વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે તપાસ માટે પહોંચી હતી. વહેલી સવારથી વીઆઈપી ડેલામાં ઇન્કમટેક્સની એન્ટ્રીથી વીઆઈપીના દરેક ડેલાવાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ટેક્સ ચોરી કરનારને પકડવા માટે ઇન્કમટેક્સની કાર્યવાહી હાલ ઉધોગ જગતના મુખે ચર્ચામાં રહી છે.

6 ટીમોએ દરોડા પાડ્યા
6 ટીમોએ દરોડા પાડ્યા

આ પણ વાંચો: IT raids in Ahmedabad: અમદાવાદમાં સાલ હોસ્પિટલ ગૃપ પર ITના દરોડા

આવક જાવકના હિસાબો અને સ્ટોકની સંપૂર્ણપણે ચકાસણી: ભાવનગર શહેરમાં આવેલા શિશુવિહાર પ્રભુદાસ તળાવ મોતી તળાવ નવા પરા વીઆઈપી કુંભારવાડા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ઇન્કમટેક્સ વિભાગની કુલ છ ટીમોએ મળીને ઉદ્યોગકારોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આયકર વિભાગ દ્વારા આવક જાવકના હિસાબો અને સ્ટોકની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ભાવનગર બહારથી આવેલી ઇન્કમટેક્સ વિભાગની કુલ છ ટીમોએ ભાવનગર શહેરના અલગ અલગ ઉદ્યોગકારોને ત્યાં વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ભાવનગર ઉદ્યોગ જગતમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો
ભાવનગર ઉદ્યોગ જગતમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો

આ પણ વાંચો: Gujarat Budget 2023-24: 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ

ક્યાં ક્યાં રેડ પાડવામાં આવી: ભાવનગર શહેરમાં અગાઉ જીએસટીમાં 1000 કરોડ જેવું બોગસ બિલ્ડીંગનું પણ કૌભાંડ ઝડપાયું હતું. ટેક્સ ચોરી કરતા લોકોને ઝડપી પાડવા માટે ઇન્કમટેક્સ દ્વારા ભાવનગર શહેરમાં ઘણા સમય પછી કુંભારવાડા, મોતીતળાવ વીઆઈપીના ડેલામાં એક એક સ્થળે તેમજ શિશુવિહાર જેવા વિસ્તારમાં 7 સ્થળોએ ભાવનગર,બરોડા અને સુરતની ઇન્કમટેક્સની અલગ અલગ ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જો કે ઇન્કમટેક્સની અલગ અલગ સહિતના ટીમોએ બંધ બારણે ગુપ્ત કાર્યવાહી કરતા કરચોરી ઝડપાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.