ETV Bharat / state

ભાવનગરમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી, વીજળી પડતા પશુઓના મોત, શેત્રુંજી ડેમ ઓવરફ્લો - Two animals killed in lightning strike in Bhavnagar

ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી વહેલી સવારમાં આવતા વરસાદથી નુકસાન જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે વીજળી પડવાથી પશુની જાનહાનીના બનાવ સામે આવ્યા હતા. તો બીજી તરફ શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાનો બનાવો સામે આવ્યા હતા. સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

etv bharat
મેઘરાજાની ગાજવીજ સાથે સવારી તો જાનહાની અને ડેમ ઓવરફ્લો જેવા બનાવ
author img

By

Published : Sep 23, 2020, 6:54 PM IST

ભાવનગર: જિલ્લામાં અને શહેરમાં બે દિવસથી વહેલી સવારમાં આવતો ગાજવીજ સાથેના વરસાદ તારાજી સર્જી રહ્યો છે. ગાજવીજ અને કડાકા સાથે વરસતા વરસાદમાં વીજળી પડવાના પણ બનાવો સામે આવ્યા છે.

etv bharat
મેઘરાજાની ગાજવીજ સાથે સવારી તો જાનહાની અને ડેમ ઓવરફ્લો જેવા બનાવ

ભાવનગરમાં વહેલી સવારે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 23 સપ્ટેમ્બરે વહેલી સવારે 4.30 કલાકે કડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જેમાં ભાવનગર તાલુકામાં 39mm વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાની કુલ વાત કરીએ તો 689 mm વરસાદ સામે 960mm વરસાદ વરસી ચૂક્યો છે એટલે 139 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

જિલ્લામાં કડાકા સાથે વરસેલા વરસાદમાં પડેલી વિજળીએ પશુનો જીવ લઈ લીધો છે. તળાજાના દિહોર અને ભાવનગર નજીકના ગામમાં રાત્રે વીજળી ભેંસના વાડા પર પડી હતી અને વાડામાં બાંધેલી ત્રણ ભેંસ ઘટના સ્થળે મૃત્યુ પામી હતી. નરેશભાઈ ગોહિલ નામના ખેડૂતોની ભેસનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ભાવનગર શહેરમાં આવેલા વરસાદમાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે સવારે વરસાદ થંભી જતા પાણી ઓસરી ગયા હતા.ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં જૈન દેરાસર પાસે આવેલું એક વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના દરવાજા ફરી એકવાર ખોલવાની ફરજ પડી હતી. ઉપરવાસમાં અમરેલી, ગારીયાધાર જેવા પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવાની ફરજ પડી હતી.ભાવનગરમાં બફારા બાદ આવેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાં 49 mm નોંધાયો હતો. ત્યારે બાદ ભાવનગર અને પછી અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. જિલ્લાની વાત કરીએ તો સીઝનમાં 585 mm વરસાદની જરૂર છે. જ્યાં હાલ 687 mm વરસાદ નોંધાઇ ચૂક્યો છે એટલે 115 ટકા વધુ વરસાદ નોંધાયો છે. દરેક તાલુકામાં આવેલા વધુ વરસાદને કારણે ખેડૂતોના પાક બળી જવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હજુ વરસાદે રોકાવાનું નામ લીધુ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.